Aapnu Gujarat
રાષ્ટ્રીય

કિશોરીએ માતાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

તામિલનાડુના થિરુવલ્લુર જિલ્લામાં એક સનસની બનાવ સામે આવ્યો છે. અહીં એક કિશોરીએ તેની માતાની હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કિશોરી તેના ફેસબુક ફ્રેન્ડ સાથે ભાગી જવા માંગતી હતી. તેની માતાએ તેણીને આવું ન કરવા સમજાવી હતી. માતાએ પુત્રીને ભાગતા રોકતા કિશોરીએ તેની હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી દેવી પ્રિયા, કોલેજમાં અભ્યાસ કરે છે. ફેસબુક પર દેવીની વિવેક નામના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. દેવી ઈચ્છી રહી હતી કે વિવેક તેણીને તેની સાથે તેના ગામમાં લઈ જાય. પોલીસના જણાવ્યા પ્રમાણે વિવેક કપડાંની દુકાનમાં કામ કરે છે. દેવીની વિનંતી બાદ વિવેકે કિશોરીને તેના ગામમાંથી લઈ જવા માટે તેના બે મિત્રોને મોકલ્યા હતા.
વિવેકના આવા મેસેજ બાદ દેવી પોતાના ઘરે તેના કપડાં બેગમાં ભરી રહી હતી. તેની માતા ભાનુમતિને આ વાતની જાણ થતાં તેણે દેવીને રોકી હતી. માતાના આવા પગલાંને કારણે દેવી ગુસ્સે ભરાઈ હતી અને તેણીએ રસોડામાં પડેલા ચપ્પા વડે માતાની હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યા હત્યાને અંજામ આપ્યા બાદ કિશોરી પ્રેમીએ મોકલેલા બે મિત્રો સાથે ભાગી રહી હતી. આ દરમિયાન ગામના લોકોએ બે યુવકોના શર્ટ પર લોહીના નિશાન જોયા હતા. આથી કંઈક અઘટિત ઘટ્યું હોવાનું માનીને ગામ લોકોએ બંનને પકડી લીધા હતા. ગામ લોકોએ કિશોરીને પણ પકડી રાખી હતી અને સમગ્ર હકીકત જાણ્યા બાદ ત્રણેયને પોલીસને સોંપી દીધા હતા.

Related posts

કલમ ૩૭૭ની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર

aapnugujarat

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

aapnugujarat

પીએમ મોદીને રાફેલ સોદા મુદ્દે ૧૫ મિનિટ ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1