Aapnu Gujarat
ગુજરાત

શામળાજી અણસોલ નજીક લાખોનો વિદેશી દારૂ કબજે

થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ ના થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જારી કરેલી સૂચના બાદ પોલીસ હાઇએલર્ટ પર છે અને ગુજરાતમાં દારુ ઘુસે નહીં તે માટે પોલીસ સતર્ક બની છે. તો બીજી તરફ બુટલેગર્સ પણ અવનવા કીમિયા અજવામી દારુની હેરફેર કરી રહ્યા છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથધરાતા અણસોલ ગામ નજીક ટ્રકમાંથી ઘઉંના હુસેલ (ઘાસચારા)ના પ્લાસ્ટિકના કોથળાની આડમાં સંતાડીને ઘુસાડાતો રૂ.૧૭,૭૪,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત કરી એક શખ્સને દબોચી લીધો હતો. જો કે, આ દરમ્યાન અન્ય બે આરોપીઓ નાસી છૂટયા હતા.
પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે અણસોલ ગામ નજીકથી રાજસ્થાન તરફથી પસાર થતા ટ્રક (ગાડી.નં.એચઆરઇ ૫૭-૪૬૧૩)માં ઘઉંના હુસેલના પ્લાસ્ટિકના કોથળાની આડમાં સંતાડીને લવાતો ભારતીય બનાવટની જુદી-જુદી કંપનીની વિદેશી દારૂની પેટી નંગ-૪૯૩ જેમાં કુલ બોટલ નંગ-૫૯૧૬ કિં.રૂ.૧૭,૭૪,૮૦૦ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી અનિલકુમાર (રહે, સોનીપત, હરિયાણા)ને ઝડપી લીધો હતો. ઉપરાંત પોલીસે આરોપી પાસેથી જપ્ત કરેલ મોબાઈલ-૨ કિં.રૂ.૨૦૦૦ તથા ટ્રકની કિંમત રૂ.૧૦,૦૦૦૦૦મળી કુલ રૂ.૨૭,૭૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ ચેકિંગ જોઈ નાસી છૂટનાર સોનુ મજબિ શેખ (રહે,ભાટિયા કોલોની,ફતેહાબાદ ,હરિયાણા) અને જોગીન્દર જાટ (રહે,જીંદ,હરિયાણા) થતા વિદેશી દારૂ ટ્રકમાં ભરી આપનાર હરિયાણાના મોંજુંખેડા (ચોપટા) ના બુટલેગર સુખવિન્દરસિંગ જરનેલ સીંગ જાટ (શીખ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

एक्टिवा और बाइक चोरी करता वाहनचोर जुहापूरा से गिरफ्तार

aapnugujarat

BJP-Congress slams Pakistan over new map

editor

पुलिस की ढिलाई पर जज ने कहा, सिंघम जैसे बनें अफसर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1