Aapnu Gujarat
રમતગમત

સિંધૂ જાપાનની નોઝોમીને હરાવીને સૌપ્રથમ વાર વર્લ્ડ ટુર ચેમ્પિયન બની

ભારતીય સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી વી સિંધૂએ વર્લ્ડ ટુર ફાઈનલ્સનું ટાઈટલ સૌપ્રથમ વખત જીતી લીધું છે. રવિવારે રમાયેલી વુમન્સ ફાઈનલ મેચમાં સીંધૂએ વર્લ્ડ નંબર પાંચ પ્લેયર જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૧-૧૯, ૨૧-૧૭ને પછાડીને પ્રથમ વાર આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
વર્લ્ડ ટુર બેડમિન્ટનનો સર્વોચ્ચ મેડલ જીતનાર સીંધૂ સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આ તેની કારકિર્દીનું ૧૪માં ટાઈટલ છે તેમજ સિઝનનું સૌપ્રથમ છે. સિંધૂએ મેચનો પ્રારંભ જ આક્રમકતા સાથે કર્યો હતો. મેચનો પ્રથમ પોઈન્ટ ઓકુહારાએ જીત્યો હતો પરંતુ સિંધૂએ ઝડપથી કમબેક કરતા લીડ મેળવી હતી. પોતાની ઊંચી હાઈટનો લાભ ઉઠાવતા સ્મેશ શોટ રમી તેમજ શટલને જાપાનીઝ પ્લેયરની પહોંચથી દૂર રાખી પોઈન્ટ્‌સ મેળવ્યા હતા. સિંધૂ ૫-૧થી આગળ હતી ત્યારબાદ ઓહુકારાએ મહદ્‌અંશે કમબેક કરીને અંતર ઘાટ્યું જો કે ત્યારે સ્કોર ૭-૫ થયો હતો. સિંધૂએ કોર્ટને સારી રીતે કવર કરીને નોઝોમી ઓકુહારાની ભૂલો દ્વારા પ્રથમ ગેમમાં પોતાની જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો. પહેલા ગેમમાં બ્રેક સુધી સિંધૂ ૧૧-૬થી આગળ ચાલી રહી હતી.બ્રેક બાદ સિંધૂએ લીડ આગળ વધારતા ૧૪-૬ના સ્કોર સાથે જીત નિશ્ચિત બનાવી હતી. જો કે જાપાનીઝ ખેલાડીએ પોતાની રણનીતિ બદલી હતી. તેણે પણ કોર્ટને કવર કરીને પોઈન્ટ હાસલ કર્યા હતા અને ૧૬-૧૬ સુધી બરોબરી કરવામાં સફળ રહી હતી. બન્ને પ્લેયર બોરબરી પણ પહોંચ્યા બાદ સંઘર્ષ કરતા જણાયા હતા. સિંધૂએ ૨૦-૧૭ સાથે ફરી લીડ મેળવી હતી અને ત્યારબાદ ઓકુહારાએ બે પોઈન્ટ્‌સ જીતતા મેચ રોમાંચક બની હતી બાદમાં સિંધૂએ ૨૧-૧૯થી પ્રથમ ગેમ જીતી લીધી હતી.બીજી ગેમની શરૂઆતમાં સિંધૂએ ૩ સળંગ પોઈન્ચ જીત્યા હતા. જો કે ઓકુહારાએ પણ જોરદાર વાપસી કરી હતી. તેમણે કેટલાક શોટ્‌સ પિક કરીને સિંધૂ પર દબાણ બનાવવા પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય બેડમિન્ટર સ્ટાર અને વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠો ક્રમે ધરાવતી સિંધૂ પણ દરેક શોટનો વળતો જવાબ આપ્યો હતો. બ્રેક સુધીમાં સિંધૂ ૧૧-૯થી આગળ હતી. બ્રેક બાદ સિંધૂ અને ઓકુહારા વચ્ચે રોમાંચક રમત જોવા મળી હતી અને આખરે સિંધૂએ ૨૧-૧૭થી ગેમ જીતીને ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.

Related posts

वेस्टइंडीज की सफलता के लिए आक्रामकता अहम : कप्तान होल्डर

aapnugujarat

कोहली के जाने के बाद रहाणे पर दबाव नहीं रहेगा : गावस्कर

editor

महिला टी-20 रैंकिंग : शेफाली, स्मृति और जेम्मिाह टॉप-10 में कायम

editor

Leave a Comment

UA-96247877-1