Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચીન સરહદે જવાનો માટે પીવાના પાણી અને વીજળીની સુવિધા પણ નથી

ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચીન બોર્ડર પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની ૮૨ ટકા ચોકીઓ પર સુવિધાની દ્રષ્ટિએ બહુ ખરાબ હાલત છે.આ ચોકીઓ પર જવાનો માટે પીવાનુ ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી.૪૦ ટકા ચોકીઓ સુધી જવા માટે તો રસ્તા પણ નથી.એટલુ જનહી ૧૭૭ જેટલી ચોકીઓ પૈકી ૨૪ ટકા ચોકીઓને જ વીજ સપ્લાય મળે છે.બાકીની ચોકીઓ પર જનરટેરથી કામ ચલાવાય છે.
સંસદીય સમિતિ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરાયો છે.જેની અધ્યક્ષતા કોંગ્રસેના નેતા ચિદમ્બરમ કરી રહ્યા છે.જેમાં ૨૯ સાંસદો સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીન બોર્ડર પર જવાનોને પહાડિયો પરથી વહેતા ઝરણા અને નાળામાંથી પીવાના પાણીનો ઉપયોગ કરવો પડે છે.જે ચોખ્ખુ નથી હોતુ.
એક તરફ ચીને પોતાની સરહદે તમામ સુવિધાઓ ઉભી કરી દીધી છે ત્યારે ભારત સરહદ પર જવાનો માટે મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.
સંસદીય સમિતિએ સરકારને તરત જ પીવાના પાણીના મુદ્દાને ધ્યાનમાં લેવા માટે કહ્યુ છે.

Related posts

ઉત્તર ભારતમાં વધતી ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ

aapnugujarat

जम्मु-कश्मीर के पुंछ में जवानों को अपशब्द कहने पर MLA को SP ने कराया चुप

aapnugujarat

થરૂરના હિન્દુ પાકિસ્તાનના નિવેદન પર ભારે હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1