Aapnu Gujarat
ગુજરાત

પેપર લીક કેસમાં વધુ ધરપકડની સંભાવના

ગુજરાતના લોકરક્ષક દળના પેપર લીક કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં એલઆરડીનું પેપર સેંકડો ઉમેદવારોએ ખરીદેલું હતુ. જો આ કેસમાં ૧૨૦ (બી)નો ગુનો નોંધાય તો પોલીસની ઊંઘ હરામ થઈ જાય. પેપર લીક કૌભાંડ રૂ.૪૫૦ કરોડનું કૌભાંડ હોવાની પોલીસને આશંકા છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ ધરપકડો ટૂંક સમયમાં થવાની શકયતા પણ પોલીસ તરફથી વ્યકત કરવામાં આવી હતી. તો એલઆરડી પેપરની આન્સર કી સેંકડો ઉમેદવારો સુધી પહોંચી હોવાથી પોલીસે હવે તે દિશામાં પણ બહુ ઉંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પેપર લીક કૌભાંડમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ૧૫ આરોપીના સોશિયલ મીડિયાના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે. એકાઉન્ટની ચકાસણીમાં હજારો ઉમેદવારના નામ ખુલ્યા છે. રાજ્યભરમાં પેપર લીક થયાનું પોલીસ નકારતી નથી, ત્યારે પોલીસે હવે સમગ્ર કૌભાંડમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવી રહેલી ચોંકાવનારી વિગતોના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર પોલીસની ટીમે આજે પેપર લીક કૌભાંડનું સમગ્ર ષડયંત્ર જયાં ઘડાયું તે અમદાવાદ શહેરના આશ્રમરોડ ખાતેની હોટલ વાઇસ પ્રેસીડેન્ટની તાજેતરમાં જ મુલાકાત લઇ ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આંતરરાજય ગેંગના પકડાયેલા સભ્યો વિનીત માથુર, અશોક સાહુને લઇ બે દિવસ પહેલાં વાઇસ પ્રેસીડેન્ટ હોટલમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. હોટલના સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરી હોટલના સ્ટાફ કર્મચારીઓની પૂછપરછ કરી તેમના નિવેદન મેળવ્યા હતા. ગુજરાત પોલીસે ક્રાઇમબ્રાંચ અને એટીએસ સહિતની તપાસનીશ એજન્સીઓની મદદથી દિલ્હીની ગેંગના સભ્યો સાથેની આંતરરાજય ગેંગની સંડોવણીનો એલઆરડી પેપર લીક કૌભાંડમાં પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતલામનાઅશોક સાહુની ધરપકડ કરી તેઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. આ કૌભાંડમાં વિનીત માથુર અને અશોક સાહુ ઉપરાંત, હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિહં શર્માનું પણ નામ ખૂલ્યું છે તેથી પોલીસ ગમે તે ઘડીયે તેની પણ ધરપકડ કરે તેવી શકયતા છે. આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જે માસ્ટમાઇન્ડ હતો, તેનું આખુ નામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિન રૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો હતો. જેને પગલે પોલીસે નરોડામાંથી આજે સુરેશ પટેલની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે. હવે આગામી દિવસોમાં બીજા આરોપીઓ પકડાવાનો સાફ સંકેત પોલીસે આપ્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

અમદાવાદમાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ચક્કાજામ

aapnugujarat

ગુજરાત બજેટ : જળસંપત્તિ કલ્પસર માટે કુલ ૧૪૮૯૫ કરોડની જોગવાઇ

aapnugujarat

कांग्रेस में सरमुखत्यारशाही नहीं हैः भरतसिंह की साफ बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1