Aapnu Gujarat
રમતગમત

ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૧૯ : ૩૪૬ ખેલાડીની હરાજી માટે ગોઠવાઈ ગયેલ તખ્તો

ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૧૯ના ખેલાડીઓ માટે હરાજીની પ્રક્રિયા ૧૮મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. કુલ ૩૪૬ ખેલાડીઓની હરાજી બોલાવવામાં આવનાર છે જેમાં અનેક સ્ટાર ખેલાડીઓ પણ રહેલા છે. આ ખેલાડીઓમાં સોન માર્શ, રાશીદ માલિંગા, મેક્કુલમ, ડેલ સ્ટેઇનનો સમાવેશ થાય છે. ૧૮મી ડિસેમ્બરના દિવસે જયપુરમાં હરાજી કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૦૦૩ જેટલા ખેલાડીઓએ શરૂઆતમાં નોંધણી કરાવી હતી. અંતિમ યાદી ત્યારબાદ નક્કી કરવામાં આવી હતી. ખેલાડીઓની ટુંકી યાદી અંતિમરીતે ૮ ફ્રેન્ચાઈઝ દ્વારા સુપરત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બે કરોડ રૂપિયાની હાઈએસ્ટ રિઝર્વ પ્રાઇઝ રાખવામાં આવી છે. નવ વિદેશી ખેલાડીઓ બ્રેડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, માલિંગા, શોન માર્શ, ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, મેથ્યુસ, શામ કુરેન જેવા ખેલાડીઓ હાઈએસ્ટ બ્રેકેટમાં સામેલ છે. જયદેવ ઉનડકટ છેલ્લી વખતે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો તેના ઉપર ૧૧.૫ કરોડની રકમ લગાવવામાં આવી હતી. યુવરાજસિંહ, અક્ષર પટેલ પણ એક કરોડની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. જયદેવ આ વખતે ૧.૫ કરોડની યાદીમાં છે. મોહમ્મદ સામીની બેઝ પ્રાઇઝ એક કરોડ અને ઇશાંત શર્મા ૭૫ લાખ રૂપિયામાં રાખવામાં આવ્યો છે. ૧.૫ કરોડની બેઝ પ્રાઇઝ સાથે ઉનડકટ સાથે મેદાનમાં ઉતર્યો હતો. આઈપીએલ-૧૯ની હરાજી હવે કરવામાં આવનાર છે. ૩૪૬ ખેલાડીઓની હરાજી બોલાશે.

Related posts

દિલ્હી ટેસ્ટ ડ્રો : શ્રીલંકાના બેટ્‌સમેનોએ મક્કમ બેટિંગ કરી

aapnugujarat

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં વન-ડે જંગ

aapnugujarat

विश्व कप 2019 में नंबर-4 पर बल्लेबाजी करने की उम्मीद थी : रहाणे

editor

Leave a Comment

UA-96247877-1