Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ કિસાન મોરચા બેઠક યુપીમાં યોજવાની તૈયારીઓ

દેશભરના ખેડુતો હાલમાં વારંવાર દિલ્હી માર્ચ કરી રહ્યા છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓની જુગલબંદીને તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આક્રમક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ વખતે ભાજપે કિસાન મોરચાની રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાની તૈયારી કરી છે. ઉત્તરપ્રદેશમાં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં કિસાન મોરચાના આ સૂચિત અધિવેશનમાં સમગ્ર દેશના કાર્યકરો પહોંચે તેવી શક્યતા છે. મોદીની દિલ્હીમાં ખુરશીને જાળવી રાખવા માટે ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ભાજપને રાજ્યના લોકોનો પ્રચંડ ટેકો જરૂરી બની ગયો છે. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭માં જુદી જુદી રીતે પીછેહટનો સામો કરી ચુકેલા વિપક્ષ હવે એકમત થઈને આગળ વધવાની તૈયારીમાં છે. વિપક્ષ આના મારફતે જાતિય પરિબળોને ધ્યાનમાં લેવા માટે ઈચ્છુક છે. વિરોધ પક્ષો મોદીના રસ્તાને રોકવા માટે તૈયાર છે. ખેડુતો, વેપારીઓ અને જુદા જુદા વર્ગોમાં પ્રવર્તી રહેલા અસંતોષને રોકવા માટે મોદી સરકાર ખૂબ લડાયક મૂડમાં છે અને આના માટે તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોની નારાજગીને ધ્યાનમાં લઈને આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વારામસીમાં કિસાન મોરચાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડુતો પણ પહોંચે તેવી શક્યતા છે. કેન્દ્રિય નેતૃત્વએ આયોજન, કાર્યક્રમો અને અન્ય રીતે ઉત્તરપ્રદેશમાં જોરદાર તૈયારી કરી લીધી છે. પાટનગર લખનૌમાં આ મહિને યોજાનાર ભાજપના અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને લઈને પણ ભાજપે તૈયારી કરી છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રી અધ્યક્ષ અને ભદોરીના સાંસદ વિરેન્દ્રસિંહનું કહેવું છે કે અધિવેશનમાં સમગ્ર દેશમાંથી કિસાન મોરચાના ૧૫ હજાર પ્રતિનિધિઓ પહોંચશે. બીજા દિવસે બે લાખથી વધારે ખેડૂત મોરચાના કાર્યકરો હાજર રહેશે. સમાપન સત્રને મોદી સંબોધશે. ટુંકમાં તારીખ જાહેર થશે.

Related posts

ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપની સરખામણી રામલીલાના સીતા માતાના પાત્ર સાથે કરી

aapnugujarat

CJI गोगोई ने तत्काल सुनवाई वाले मामलों से खुद को किया दूर

aapnugujarat

ભાજપનાં સ્ટાર પ્રચારક મોદીની એક દિવસમાં ૪-૫ રેલીઓનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1