Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં લાઈફ લાઈન ઈ.સી.જી. પ્રોજેક્ટ અંતર્ગત ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૦ હજાર ઈ.સી.જી. કરાયા

અમદાવાદ જિલ્લાનાં ૯ તાલુકાનાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાઇફ લાઇન ઇ.સી.જી.. પ્રોજેકટ તા.૩૦ એપ્રિલ ૨૦૧૮થી શરુ કરવામાં આવેલ છે.
અમદાવાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ.સી.જી.ની સુવિધા ઉપલબ્ધ બનતા હૃદય રોગના પ્રમાણ અને તેનાથી થતાં મરણ અટકાવવાના અને ખાસ કરી સગર્ભા માતાનાં હૃદયની તકલીફનાં કારણે થતાં મરણ અટકાવવા માતા મરણ અટકાવવાનાં હેતુથી અમદાવાદ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવનાં માર્ગદર્શન અને સુચના અનુસાર અમદાવાદ જિલ્લામાં લાઇફ લાઇન ઇ.સી.જી. પ્રોજેકટથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ.સી.જીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે અને તેના દ્વારા કુલ ૧૦ હજાર ઇ.સી.જી કાઢવામાં આવ્યાં હતાં, તેમાંથી ૯૨૨૪ સગર્ભા માતાઓના ઇ.સી.જી. કાઢવામા આવેલ છે અને ૮૨૬ અન્ય વ્યકિતઓના ઇ.સી.જી. કાઢવામાં આવેલ છે. ગ્રામીણ જનતા અને સગર્ભા માતાને હૃદયની તકલીફમાં ગ્રામ્ય લેવલે પી.એચ.સી. ખાતે કાર્ડિયોગ્રામની સુવિધા પ્રાપ્ત થતા અને ત્વરિત નિદાન અને ગોલ્ડન પિરિયડ એટલે કે દુઃખાવા થયાની ૮૦ મિનિટમાં સારવાર મળી જાય તો હૃદય રોગીનો જીવ બચી જાય છે તેથી ગ્રામીણ જનતા અને સગર્ભા માતાનાં જીવન બચાવવાનો ઉમદા કાર્યક્રમ હાથ ધરેલ છે અને ૯૨૨૪ સર્ગભા માતાના ઇ.સી.જી. કાઢવામાં આવતાં તેમાંથી ૨૦૯ સગર્ભા માતાઓનાં ઇ.સી.જી. અસામાન્ય જણાતાં તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇને તજજ્ઞ તબીબ દ્વારા સારવાર આપવામાં આવેલ છે. આમ કુલ ૧૮૪ ઇ.સી.જી. જેઓના એબનોર્મલ આવેલ છે તેવા દર્દીઓને તજજ્ઞ તબીબ દ્વારા સાારવાર અપાવવામાં આવી છે તેવું સી.ડી.એચ.ઓ. ડૉ. શિલ્પા યાદવે જણાવ્યું હતું. જિલ્લાનાં સામાન્ય જન આરોગ્યને હ્રદય રોગ જેવા ગંભીર રોગમાંથી બચાવવાનાં ઉમદા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવે વિરમગામ તાલુકાના ગોરૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને સગર્ભા માતાના ઇ.સી.જી. કરવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું, તેઓની સાથે જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. ગોત્તમ નાયકસ ડીટીઓ ડો. દીક્ષીત કાપડીયા તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇ તાલુકા હેલ્થ ઓફીસર ડો. વિરલ વાધેલા, મે.ઓ ડો. સંગીતા પટણી હાજર રહ્યાં હતાં.
(અહેવાલ / તસવીર :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

અમદાવાદમાં સતત છઠ્ઠા દિવસે મેઘાની ધમાકેદાર બેટિંગ જારી

aapnugujarat

નિવૃત્ત કર્મચારી અને પરિજન ચૂંટણીથી દૂર રહેવા ચેતવણી

aapnugujarat

જૂનાગઢ જિલ્લામાં 70 પ્રકારના 5.76 લાખ વાહન, સૌથી વધુ બાઈકની સંખ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1