Aapnu Gujarat
બિઝનેસ

ભારતનો ગ્રોથ રેટ રહેશે ૭.૨ ટકા : મૂડીઝ

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો ગ્રોથ રેટ ૭.૨ ટકા રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે કહ્યું કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતનો ગ્રોથ રેટ ૭.૨થી લઈને ૭.૪ ટકા રહેવાની સંભાવના છે.
જો કે આ નાણાંકીય વર્ષમાં બેંકોની સ્થિતિ સ્થિર રહેશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મૂડીઝે ભારતીય બેંકોનું આકલન કરતાં કહ્યું કે બેંકોની હાલત વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સ્થિર રહેશે. સરકાર તરફથી બેંકોને રાહત મળવાની આશા પણ રાખવામાં આવી છે.જીડીપીને સામાન્ય ભાષામાં કૂલ ઘરેલુ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. આ માપદંડ કોઈ પણ દેશની આર્થિક સ્થિતિને માપવા માટે એક બેરોમીટરનું કામ કરે છે. દેશની અર્થ વ્યવસ્થાની શું સ્થિતિ છે, તે આવનારા વર્ષમાં કેવી ગતિ અપનાવશે એ વિશે આ અંક દ્વારા જાણકારી મેળવવામાં આવે છે.ભારતમાં ડીજીપીની ગણના પ્રત્યેક ત્રણ માસિક રીતે કરવામાં આવે છે. જીડીપીની આંકડાકીય અર્થ વ્યવસ્થાના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં થતાં ઉત્પાદનની વૃદ્ધિ દર પર આધારિત હોય છે. જીડીપી હેઠળ કૃષિ, ઉદ્યોગ તેમજ સેવા ત્રણ મુખ્ય ઘટક હોય છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદન વધવા કે ઘટવાની ટકાવારીને આધારે જીડીપી દર નક્કી થાય છે.જીડીપીનો સૌથી પહેલી વાર ઉપયોગ અમેરિકામાં એક અર્થશાસ્ત્રી સાઈમને ૧૯૩૫-૪૪ દરમિયાન કર્યો હતો. આ શબ્દને સાઈમને અમેરિકાની કોંગ્રેસમાં વ્યાખ્યાયિત કરીને દેખાડ્યો હતો. તે પછી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશ દ્વારા પણ આ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.જીડીપી બે રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. કારણ કે ઉત્પાદનની કિંમતો મોંઘવારીની સાથે સાથે ઘટતી કે વધતી રહે છે. આ એક માપદંડ છે જે સતત રહેતી કિંમતો અંતર્ગત જીડીપીનો દર, તેમજ ઉત્પાદનનું મૂલ્ય, એક આધાર વર્ષમાં કેટલું રહેશે તેના આધારે કિંમતો નક્કી થાય છે. જ્યારે બીજા માપદંડમાં વર્તમાન કિંમતો કે જેમાં ઉત્પાદન વર્ષની મોંઘવારીનો દર શામેલ હોય છે.

Related posts

Sensex gained by 637 pts to close at 37.327, Nifty ends by 177 points to settle at 11,032

aapnugujarat

बढ़त के साथ बंद हुआ शेयर बाजार, सेंसेक्स 312 अंक चढ़ा और निफ्टी 11700 के पार

aapnugujarat

સેન્સેક્સ ૧૯૨ પોઈન્ટ સુધર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1