Aapnu Gujarat
બ્લોગ

☆અશ્વનાં આરાધ્ય દેવ☆ ” રૈવંતદેવ”

બધી વિષય વસ્તુ ના એક-એક આરાધ્ય દેવ હોય છે, જેમ કે ધન ના દેવી લક્ષ્મીજી હોય છે, સોનાના દેવ કુબેર હોય છે વિદ્યા ના દેવી સરસ્વતી હોય છે…!!તેમજ અશ્વ ના આરાધ્ય દેવ હોય છે જે હાલ માં ભૂલાઈ ગયાં છે તેમનું નામ છે “રૈવંતદેવ” પ્રાચીન સમય માં રાજવીઓ સારા અશ્વ મેળવવા માટે “રૈવંતદેવ” નું અનુષ્ઠાન કરતાં…!!“રૈવંતદેવ” નું વર્ણન રૂગવેદ , વિષ્ણુ પુરાણ, માર્કન્ડેય પુરાણ, તેમજ બીજા અનેક ગ્રંથો માં મળે છે , રૈવંતદેવ ને સુર્યદેવ અને સંજનાદેવી(રાંદલ માઁ ) ના પુત્ર અને અને અશ્વિની કુમાર ના સગા ભાઇ તરીકે ઓળખવામાં આવે છે…!!સુર્યદેવ ની કૃપાથી “રૈવંતદેવ” ને ગૃહયાકા (કુબેર નો ગૃપ્ત ભંડાર ) ના મંત્રી અને અશ્વ ના આરાધ્ય દેવ તરીકે સ્થાપવામાં આવે છે, સૌર ધર્મ માં “રૈવંતદેવ” નું ખાસ સ્થાન હોય છે , અશ્વ પુજા માં “રૈવંતદેવ” મુખ્ય આરાધ્ય હોય છે અશ્વ શાસ્ત્ર ના બીજા અધ્યાય માં સારા અશ્વ મેળવવા માટે “રૈવંતદેવ” ની પુજા કરવા કિધું છે અને રૈવંત સ્ત્રોત નું વર્ણન પણ કર્યું છે…!!અલગ-અલગ પુરાણો માં સારા ઉતમ અશ્વ મેળવવા માટે “રૈવંતદેવ” ની આરાધના કરવાનો સંકેત દિધો છે, પ્રાચીન સમય માં સારા અશ્વ માટે “રૈવંતદેવ” ની પૂજા કરવાની પ્રંથા હતી, પણ હાલ માં તે પ્રંથા લુપ્ત થઇ ગઇ છે ભાગવત ગીતા માં શ્રી કૃષ્ણ કહે છે કે “બધા અશ્વ માં હું “ઉચ્ચસૈસર્વસ” છું, દેવી પુરાણ માં “રૈવંતદેવ’ ને “ઉચ્ચસૈસર્વસ” ની સવારી કરતાં દેખાડવામાં આવ્યા છે…!!દેવ અશ્વ વર્ણ….અશ્વ શાસ્ત્ર પ્રમાણે અશ્વ ત્રિલોક માં બધી જગ્યા છે, દેવો પાસે પણ પોતાના અશ્વ હોય છે , તેના અલગ-અલગ વર્ણ હોય છે ..!!

ચંદ્ર દેવ -શ્ર્વેત
ઇન્દ્ર દેવ – સુવર્ણ
યમરાજ – કાળો
વિષ્ણુ દેવ – કર્ક (શ્ર્વેત વર્ણ ઉપર બીજા કલર ના ધાબા )
સુર્યદેવ – પોપટી લીલો
વરૂણ દેવ – મેધ વર્ણ
કુબેર – વાદળી
(નકુલ કૃત અશ્વ શાસ્ત્ર અધ્યાય -વીશ)
ભવિષ્ય પુરાણ , મત્સ્ય પુરાણ, જેવા પુરાણો માં સુર્યદેવ ના સાત અશ્વો નું વર્ણન મળે છે ..!!

•☆•તે પ્રમાણે સુર્યદેવ ના સાત અશ્વ હોય છે અને તેમનો કલર લીલો હોય છે સુર્યદેવ નું એક નામ “સપ્ત વાહાન ” છે એટલે કે જેને સાત વાહાન છે…!!

સાત અશ્વો ના નામ ..
ગાયત્રી, બ્રહતી, ઉષ્નીક, જગતી, ત્રીસ્તુપ, અનુસ્તુપ, અને પંકિત છે , આ સાત અશ્વોને સાત છંદ પણ કહેવાય છે ..!!

સાભાર- અનિરૂધ્ધ ભાઇ ધાધલ
સૌજન્ય – રાજભા ઝાલા

Related posts

વધુ બેસવાથી યાદશક્તિ ગુમાવશો : રિપોર્ટ

aapnugujarat

અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સ્ટ્રકચરલ હૃદય રોગની સારવાર કરાઈ

aapnugujarat

વરૂણ ધવન : નિર્માતા – દિગ્દર્શકો માટે ટંકશાળ બની ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1