Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન : કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા ૨૨નાં મોત

ચીનમાં એક ભીષણ ઔદ્યોગિક દુર્ઘટનામાં ૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા મોટા ભાગના લોકો કારીગરો અને મજૂરો હતા. આ દુર્ઘટનામાં અન્ય ૨૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે.
બીજિંગથી ૨૦૦ કિલોમીટર દૂર હાબેઈ શેંગુઆ કેમિકલ પ્લાનટમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના સ્થાનીય સમય અનુસાર મંગળવાર રાત્રે ૧૨.૪૦ વાગ્યે ઘટી હતી. સમાચાર એજન્સીએ જણાવ્યું કે, હેબેઈ શેંગુઆ કેમિકલ ઈન્ડસ્ટ્રી કંપની લિમિટેડમાં થયેલ ધમાકાએ ૩૮ ટ્રકો સહિત ૧૨ વાહનોને પોતાની આગની ઝપેટમાં લઈ લીધા છે. સરકારી સમાચાર એજન્સીએ ઘટનાસ્થળના કેટલાક ફોટોગ્રાફ્સ ટિ્‌વટર પર પોસ્ટ કર્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.

Related posts

યુકેમાં પાઘડી પહેરેલા સ્ટુડન્ટને ઢસડીને નાઇટ ક્લબની બહાર ફેંકી દીધો

aapnugujarat

टेक्सास में भारतीय-अमेरिकी सिख पुलिस अधिकारी की गोली मारकर हत्या

aapnugujarat

PM Modi didn’t ask to return of Zakir Naik : Malaysian PM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1