યુકેમાં પાઘડી પહેરેલા સ્ટુડન્ટને ઢસડીને નાઇટ ક્લબની બહાર ફેંકી દીધો

Font Size

નોર્ટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં એક શીખ લૉ સ્ટુડન્ટે પાઘડી પહેરી હોવાના કારણે નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. યુકે મીડિયા રિપોર્ટ અનુસાર, અમરીક સિંહ (૨૨) શનિવારે મિત્રો સાથે નાઇટ ક્લબમાં ગયો હતો. અહીં બાઉન્સરે અમરીકને પાઘડી ઉતારવાનું કહ્યું. અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. અહીંના બાઉન્સરે તેને નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં બ્રિટન સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ વંશીય હુમલાનો શિકાર થયા હતા.  જાતિવાદી હુમલો કરનાર શખ્સે તેમની પાઘડી ખેંચી હતી.નાઇટ ક્લબમાં અમરિકને કહેવામાં આવ્યું કે, અહીંની પોલિસી હેઠલ તમે માથા પર કંઇ પણ પહેરીને નથી જઇ શકતા. નાઇટ ક્લબમાં બેસવું હોય તો પાઘડી ઉતારવી પડશે. અમરિકે કહ્યું કે,મેં બાઉન્સર્સને રિક્વેસ્ટ કરી કે, પાઘડી મારાં વાળની સુરક્ષાની સાથે જ મારા ધર્મનો હિસ્સો છે. મને પબ્લિક પ્લેસ પર પાઘડી પહેરવાની મંજૂરી છે. જેની આ બાઉન્સર પર કોઇ અસર ના થઇ, મને મારાં મિત્રોથી અલગ કરી દેવામાં આવ્યો અને ઢસડીને નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દીધો.અમરિકે સોશિયલ સાઇટ પર લખ્યું, મને આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. મેં પાઘડી ઉતારવાની ના કહી તો મને બહાર કાઢી મુક્યો. મારી ધાર્મિક માન્યતાઓના કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે.હું અને મારાં પિતા બ્રિટનમાં જન્મ્યા છીએ અને અહીંની માન્યતાઓનું સંપુર્ણ સન્માન કરીએ છીએ. સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *