Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ઉંચું મતદાન

મધ્યપ્રદેશ અને મિઝોરમમાં હાઈવોલ્ટેજ અને હાઈપ્રોફાઇલ ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. ઘણી જગ્યાઓએ ઇવીએમ ખરાબ થવાની ફરિયાદ મળી હતી. મતદાન માટે નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ પણ ઘણી જગ્યાએ લાંબી લાઈનો રહી હતી જેથી તેમને મતદાન કરવાની તક અપાઈ હતી. મધ્યપ્રદેશમાં આજે ૭૪ ટકાથી વધુ મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં ૭૧ ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાંની સાથે જ બંને રાજ્યોમાં તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આની સાથે જ હવે કોની જીત થશે અને કોની હાર થશે. શિવરાજસિંહ ચૌહાણ જીતનો ચોગ્ગો લગાવી શકશે કે કેમ તે અંગે ૧૧મી ડિસેમ્બરે જાણી શકાશે. કોંગ્રેસ પાર્ટી મિઝોરમમાં સરકાર જાળવી શકશે કે કેમ તે અંગે પણ ૧૧મીએ જ ફેંસલો થશે. તમામ મોટા મહારથીઓના ભાવિ પણ સીલ થયા હતા. અગાઉ વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. બંને રાજ્યોમાં શરૂઆતથી જ મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારન ઉપયોગ કરવા માટે બહાર નિકળ્યા હતા. શરૂઆતમાં જ બંને રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવેલા મતદાન મથકો પર મતદારોની લાંબી લાઇન જોવા મળી હતી. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ તેમના મતાધિકારનો ઉપયોગ શરૂઆતમાં જ કર્યો હતો. કેટલાક બુથ પર ઇવીએમ ખરાબ થયા હોવાની ફરિયાદ ઉઠી હતી. મધ્યપ્રદેશમાં ૨૩૦ સીટો પૈકી ત્રણઁ પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઇ હતી. મધ્યપ્રદેશમાં મતદાનની સાથે જ ૨૮૯૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આવી જ રીતે મિઝોરમમાં ૪૦ વિધાનસભા બેઠકો માટે મતદાનની શરૂઆત થયા બાદ મેદાનમાં રહેલા તમામ ૨૦૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મધ્યપ્રદેશમાં ૫.૦૪ કરોડ અને મિઝોરમમાં ૭૭૦૩૯૫ મતદારો પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે શરૂઆતથી જ ઉત્સુક દેખાયા હતા. છત્તિસગઢમાં આ પહેલા ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ચૂંટણી પંચ મધ્યપ્રદેશ અને મિઝોરમમાં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તમામ તૈયારી કરી હતી. મધ્યપ્રદેશમાં કુલ પાંચ કરોડ ચાર લાખ ૯૫ મતદારો પૈકી લાખો મતદારો તો શરૂઆતમાં પણ મતદાન કરવા માટે ઉત્સુક દેખાયા હતા. આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપે સૌથી વધારે તમામ ૨૩૦ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ૨૨૯ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ૨૨૭ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. મતાદન બાદ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પૂર્વ પ્રધાન અરૂણ યાજવ આ વખતે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણની સામે ચૂંટણી મેદાનમાં છે. મધ્યપ્રદેશમાં સોમવારના દિવસે ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન આ વખતે અનેક સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. મિઝોરમની વાત કરવામાં આવે તો અહીં ૭૭૦૩૯૫ મતદાર પૈકી મોટા ભાગના મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી હાલ સત્તામાં છે. ૨૦૦૮ બાદથી મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. સતત ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા ઇચ્છુક છે. ૨૦૧૩ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ ૩૪ સીટો જીતી હતી જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટે પાંચ અને મિઝોરમ પિપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપે જોરદાર પ્રચાર કરીને સ્થિતી પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. ચૂંટણી સેમીફાઇનલ સમાન બનેલી છે. ભોપાલમાં પ્રથમ વખત મતદાન કર્યા બાદ મતદારો ભારે ઉત્સાહિત દેખાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં આ વખતે ૧૪૦ સીટો પર જીત મેળવી રહી છે. બીજ બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણે કહ્યુ હતુ કે ભાજપ પૂર્ણ બહુતિ સાથે સરકાર બનાવનાર છે. અમે ૨૦૦ સીટો જીતવા માટેનુ લક્ષ્ય રાખ્યુ છે.

Related posts

लद्दाख में चीनी घुसपैठ को लेकर झूठ बोलने की वजह बताएं पीएम मोदी : राहुल

editor

उत्तराखंड में पोषण अभियान समेत अन्य योजनाओं को करें समय पर पूरा : स्मृति ईरानी

aapnugujarat

1 MLA, nearly 12 councillors quits TMC joins BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1