Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોર્ટ કેમ્પસમાં પાર્ક કરેલી કાર નીચે દીપડાનું બચ્ચું મળતા ફફડાટ

શિમલામાં કોર્ટ કેમ્પસમાં પાર્ક કરેલી કારની નીચેથી એક દીપડાનું બચ્ચુ મળી આવ્યુ હતું. આ વાત ફેલાતા જ, આસપાસનાં વિસ્તારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને દિપડાનાં બચ્ચાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જે લોકોએ આ ઘટનાને જોઇ છે તેમણે કહ્યું કે, એક કારની નીચે દિપડાનું બચ્ચુ છુપાઇને બેઠું હતું. ગભરાયેલા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને તેમણે વન વિભાગનાં અધિકારીઓને બોલાવ્યા હતા.
શિમલાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિમાંશુએ જણાવ્યું કે, અમને પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે, મોલ રોડ પર એક કારની નીચે દિપડાનું બચ્ચુ છુપાયેલુ છે અને અમે ત્યાં પહોંચી ગયા હતા. અમે દિપડાનાં બચ્ચાને બેભાન કરવાને બદલે માત્ર નેટનો ઉપયોગ કરીને રેસ્ક્યુ કરી લીધુ હતું અને ત્યારબાદ તેને રેસ્ક્યુ સેન્ટર પર લઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિપડાનાં બચ્ચાને રેસ્કયુ કરવામાં વન વિભાગને ખુબ મુશ્કેલી પડી હતી. કેમ કે, બચ્ચુ સતત તેનું સ્થળ બદલ્યા કરતું હતું. વેટરનરી ડોક્ટરે આ બચ્ચાનું નિરીક્ષણ કર્યા પછી તેને તેના કુદરતી વાતારણમાં છોડી મૂકવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે, બચ્ચુ તેની માતાથી જુદુ પડી ગયુ હશે અને શહેરમાં આવી ગયુ હશે.

Related posts

મેક ઇન ઇન્ડિયા હેઠળ ૩૨ હજાર કરોડનો પ્રોજેક્ટ રદ

aapnugujarat

સિક્કિમ સરહદથી સેના દૂર કરવા ભારતને ચીનનું સૂચન

aapnugujarat

इसरो ने कहा, अभी चंद्रयान-२ की डेट अब फाइनल नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1