Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરની સબ જેલમાં હપ્તાની પોલ ખુલી

સુરેન્દ્રનગરઃ રાજ્યની જેલોમાં પોલમપોલ થતી હોવાની વધુ એક કિસ્સો સામે આવતાં રાજય જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓ ઝઘડતા અખાડો હોય તેવી સ્થિતિનું નિર્માણ સામે આવ્યું હતું. સબજેલમાં થયેલી મારામારીમાં ચાર કેદી અને ૧ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. એટલું જ નહી, સબજેલનો એક વીડિયો ખુદ કેદીએ જ વાયરલ કરી જેલમાં ચાલતી લાલિયાવાળી અને ભ્રષ્ટ અધિકારીઓની હપ્તાખાઉ સીસ્ટમનો પર્દાફાશ કર્યો હતો. આ કેદીએ જેલમાં પાન-મસાલા, મોબાઇલ સહિતની કોઇપણ ચીજવસ્તુ લાવવી હોય તો તેના હપ્તા બાંધેલા હતા અને તેટલી રકમ જેલના અધિકારીઓને ચૂકવ્યેથી આ ચીજવસ્તુઓ સરળતાથી જેલમાં લાવવા દેવાની બિન્દાસ્ત છૂટ અપાતી હોવાની લાલિયાવાળીનો પર્દાફાશ કર્યો હતો. જેલના કેદી દ્વારા વાયરલ કરાયેલા આ વીડિયોને પગલે સુરેન્દ્રનગર સબજેલ વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને જેલ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની ઉચ્ચ કક્ષાએ પોલીસ સત્તાધીશો પણ નોંધ લેવાઇ છે અને આગામી દિવસોમાં આ સમગ્ર મામલે આકરી કાર્યવાહી થાય તેવી પણ શકયતા છે. જેલમાં મોબાઈલ, પાન-મસાલા અને ભોજન જેવી બધી જ સુવિધા પૈસા ચૂકવ્યેથી મળતી હોવાની વાતનો ખુલાસો વાયરલમાં કરાયો છે. વાયરલ વીડિયોમાં જેલર સાદા મોબાઇલના રૂ.દસ હજાર, એન્ડ્રોઇડ મોબાઈલના ૧૫,૦૦૦ અને એક મસાલાના ૨૫ રૂપિયા લેતા હોવાનો કેદીએ આક્ષેપ કર્યો છે. નવાઇની વાત તો તે છે કે, જેલમાં કેદીઓને દારૂ પણ મળી રહે છે. નાણાં લઇ પોલીસ આવી સુવિધા આપતી હોવાનો આરોપ લાગ્યો છે. ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી, પરંતુ ૧૦૮ને હાજર પોલીસકર્મીઓએ પરત મોકલી હોવાનો આરોપ થઇ રહ્યો છે. વધુમાં વાયરલ વીડિયોમાં કેદીઓને ઈજા થઈ હોવાનું પણ જણાઇ આવે છે.
કેદીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ આ વાયરલ વીડિયોમાં કેદીઓ મોજ માણતા ભજન ગાતા અને ધૂમ્રપાન કરતા દેખાઈ રહ્યા છે. કેદીઓ પાસે મોબાઈલ, સિગરેટ, મસાલા, ઘડિયાળ વગેરે ચીજ વસ્તુઓ વીડિયોમાં દેખાઇ રહી છે હાલ આ વીડિયો ખુદ કેદીએ જ વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. વાયરલ વીડિયોમાં સુરેન્દ્રનગરના સબજેલના જેલર કેદીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતા હોવા અંગેના કેદીએ કરેલા વાયરલ વીડિયોને લઇ સમગ્ર રાજયના જેલ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દોડતું થઇ ગયું છે. દરમ્યાન આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ધ્રાંગધ્રા સબજેલમાં તપાસ કરી તો બે કેદીઓ પાસેથી મોબાઇલ સહિતનો પ્રતિબંધિત મુદ્દામાલ મળ્યો હતો.

Related posts

સોમનાથ જ્યોર્તિલિંગ મહોત્સવની તડામાર તૈયારીઓ

aapnugujarat

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રારંભ

aapnugujarat

રાણીપમાં સિલિન્ડર બ્લાસ્ટ : ૨ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1