Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને ૪૦૦ કરોડથી વધુ ડોનેશન મળ્યું : હેવાલ

ચૂંટણી પંચને સુપ્રત કરવામાં આવેલા હાલના યોગદાન અંગેના રિપોર્ટમાં ભાજપે કબુલાત કરી છે કે તેના દ્વારા ૪૦૦ કરોડથી વધારેની રકમ એકત્રિત કરવામાં આવી છે. આ રકમ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ કરતા આશરે ૧૫ ગણી વધારે છે. એક અંગ્રેણી અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ આંકડા જાર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપે સૌથી વધારે નાણાં એકત્રિત કરી લીધા છે. તેને યોગદાન વધુ મળ્યુ છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીને માત્ર ૨૬ કરડજો રૂપિયા મળ્યા છે. બંને પાર્ટીઓ દ્વારા વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં આ રકમની વાત કરી છે. સુત્રોએ કહ્યુ છે કે ફુલ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ ભાજપ માટે આ રકમ ૧૦૦૦ કરોડની આસપાસ પહોંચી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક ઓડિટેડ ઇનકમ રિટર્ન અને બેલેન્સ શીટ હજુ ફાઇનલ કરી નથી. રાજકીય પક્ષોએ હજુ સુધી ઇલેક્ટોરલ બેસ્ટ ફંડિંગની માહિતી પણ આપી નથી. માનવામાં આવે છે કે ભાજપ દ્વારા આ રસ્તાથી પણ જંગી રકમ એકત્રિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. ત્યારે પાર્ટીની યોગદાન રકમ આના કરતા ઓછી હતી તેમાં હવે ૫૩ ટકાનો નોંધનીય વધારો થઇ ગયો છે. જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકીય પક્ષોએ હજુ ઇલેક્ટ્રોરલ બેસ્ડ ફંડિંગ અંગે માહિતી આપી નથી. કોંગ્રેસ અને ભાજપના વાર્ષિક ઓડિટેડ એકાઉન્ટમાં પણ માહિતી આપી શકાય છે. એમ માનવામાં આવે છે કે, આ રસ્તાથી પણ ભાજપ દ્વારા વધારે નાણાં એકત્રિત કરવામાં આવશે. તેને પ્રુડેન્ટ ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટથી ૧૪૪ કરોડથી વધુ રકમ મળી છે જેના લીધે ૨૦૧૭-૧૮માં ૧૬૯ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને એક કરોડ રૂપિયા આપનાર આદિત્ય બિરલા જનરલ ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટે ભાજપને ૧૨ કરોડથી વધુ આપ્યા છે. મુરુગપ્પા ગ્રુપના ટ્રાયમ ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટે ભાજપ અને કોંગ્રેસને એક-એક કરોડ રૂપિયા આપ્યા છે. ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટ ઉપરાંત કેડિલા હેલ્થકેરે ભાજપને ૧૩ કરોડ રૂપિયા આપ્યા છે. ભાજપને જંગી ફંડ આપનાર મોટી કંપનીઓ સામેલ છે.

Related posts

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી લોર્ડસમાં બીજી ટેસ્ટ મેચ

aapnugujarat

કોઇ રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણ કરાશે નહીં : માયાવતી

aapnugujarat

પીએમ એફિડેવિટ કરી વચન આપે લોકસભા ચૂંટણી પછી ૨૩ વિરોધ પાર્ટીઓની મદદ નહીં લે : તેજસ્વી યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1