Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીનું ફૈઝાબાદ હવે કહેવાશે અયોધ્યા

યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાનાં રામકથા પાર્કેથી ખૂબ મોટી જાહેરાત કરી છે. ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલી દેવામાં આવ્યું છે. ફૈઝાબાદ જિલ્લાને હવે અયોધ્યાનાં નામથી ઓળખવામાં આવશે. યોગીએ કહ્યું,”અયોધ્યા અમારી આન-બાન-શાનનું પ્રતીક છે. જેથી આની સાથે કોઇ જ અન્યાય ના થઇ શકે.યોગીએ વધુ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, અહીંયા પર એક મેડિકલ કોલેજ પણ બની રહેલ છે. અમે ઇચ્છીએ છીએ કે અહીંયા કોલેજ પણ અહીંયાની પરંપરાને અનુરૂપ થાય. જેથી આનું નામ રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજ હશે. ત્યાં નગરમાં બનવાવાળા એરપોર્ટનું નામ પણ યોગીએ મર્યાદા પુરૂષોત્તમ એરપોર્ટ થવાની જાહેરાત કરી.યોગીએ વધુમાં જણાવ્યું કે, પહેલા કોઇ જ મુખ્યમંત્રી અયોધ્યા આવતા ન હોતાં. હું અહીંયા છ વાર આવી ચૂક્યો છું. અયોધ્યા ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે અને આની સાથે જોડાવા માટે દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જોંગ સુક અહીંયા પર આવેલી છે.હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. આ આયોજનથી ભારત અને દક્ષિણ કોરિયાનાં સંબંધ મજબૂત થશે. યોગીએ કહ્યું, પ્રથમ મહિલાએ અહીંયા આવીને એવું સાબિત કરી દીધું કે પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા માટે ભાષા ક્યારેય પણ વચ્ચે નથી આવતી.યોગીએ કહ્યું કે, જ્યારે પહેલા હું અહીંયા આવતો હતો તો સંત સમાજનાં લોકો સરયૂ નદીમાં ગંદુ નાળું છલકાતું એવી ફરિયાદ કરવામાં આવતી. જેનાં પર ધ્યાન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમામિ ગંગે યોજના અંતર્ગત આનાં પર પ્રતિબંધ લગાવી દીધો. યોગીએ કહ્યું કે, અયોધ્યાને સુંદર અને ભવ્ય બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક ઘાટોનું સુંદરીકરણ કરવામાં આવી રહ્યું છે અને માર્ગોને પહોળા પણ કરવામાં આવી રહ્યાં છે.મંગળવારે બપોરે અયોધ્યામાં ઝાંકી કાઢવામાં આવી. રામાયણના ગેટઅપમાં અયોધ્યાના રસ્તા પર ઝાંકી કાઢવામાં આવી. પૂરાં રસ્તામાં લોકોએ સ્વાગત કર્યું. આ દરમિયાન હજારોની ભીડ રસ્તા પર ઉતરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા. યોગી અને કિમ જંગ સૂક પહોંચ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં. આ દરમિયાન યોગીએ કહ્યું કે કિમ જંગ સૂકના આવવાથી મને ઘણી ખુશી થઈ છે. યોગીએ કહ્યું કે આજે આપણાં બધાં માટે મોટો મહોત્સવ છે. અયોધ્યાને અમે નવી ઉંચાઈએ લઈ જઈશું.યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે,અમે નવા સંકલ્પ અને ઉત્સાહની સાથે અયોધ્યા આવ્યાં છીએ. અમે અમારા અતીતને જોડવા માટે અહીં આવ્યાં છીએ. અતીતથી કપાયેલો વ્યક્તિ ત્રિશંકુની જેમ હોય છે. આજથી ફૈઝાબાદને અયોધ્યા નામથી ઓળખવામાં આવશે. અયોધ્યા આપણી આન-બાન-શાનનું પ્રતિક છે. અયોધ્યાની ઓળખ શ્રીરામથી છે. પીએમએ થોડાં દિવસ પહેલાં જ અયોધ્યા અને જનકપુરના સંબંધો વચ્ચે ચલાવીને નવી ઉંચાઈ આપી. અયોધ્યાની ઓળખ શ્રીરામથી છે. પીએમએ કેટલાંક દિવસો પહેલાં અયોધ્યા અને જનકપુરના સંબંધોને તેની વચ્ચે બસ ચલાવીને નવી ઉંચાઈઓ આપી. પીએમએ ચાર વર્ષના શાસનમાં રામરાજ્યની અવધારણાને સાબિત કરી છે. તેઓએ ગરીબો માટે નવી યોજનાઓ ચલાવી છે.આ પ્રસંગે કિમ જંગ સૂકે કહ્યું કે,આજે તમારા લોકોની વચ્ચે મને દિવાળીનો તહેવાર મનાવવાની તક મળી, હું ઘણી ખુશ છું. પીએમ મોદીએ મને આમંત્રણ આપ્યું તે બદલ તેમનો આભાર. યુપીના સીએમ યોગીજી અને અન્યોને દીપોત્સવની શુભેચ્છા. પ્રકાશ પર્વ અંધકાર પર રોશનીનો વિજય છે. કોરિયામાં પણ મીણબત્તી ક્રાંતિ થઈ, જેની પ્રશંસા મહાત્મા ગાંધીએ પણ કરી હતી. અંધકાર ગમે તેટલો હોય આપણે બધાં મળીને તેને દૂર કરી શકીએ છીએ. હું પ્રાર્થના કરુ છું કે દરેક ઘરોમાં મા લક્ષ્મીનો વાસ હોય. ભારત અને કોરિયા વચ્ચે મિત્રતા બની રહે. આ પર્વ સમગ્ર વિશ્વમાં પ્રકાશ ફેલાવનારો છે.

Related posts

એરઇન્ડિયામાં ૨૩ અબજ રૂપિયા ઠાલવવાની તૈયારી

aapnugujarat

जम्मू में भारत का संविधान लागू करने संबंधी प्रावधान का राष्ट्रपति ने जारी किया आदेश

aapnugujarat

ટેરર ફંડિંગ : હિઝબુલના સઈદ સલાઉદ્દીનની સંપત્તિ કબજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1