Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એરઇન્ડિયામાં ૨૩ અબજ રૂપિયા ઠાલવવાની તૈયારી

એર ઇન્ડિયામાં ૨૩ અબજ રૂપિયા અથવા તો ૩૩૦ મિલિયન ડોલર ઠાલવવા માટે સંસદની મંજુરી મોદી સરકાર દ્વારા માંગવામાં આવી છે. એર ઇન્ડિયાને વેચી મારવાની તેની યોજના ફરી સજીવન કરવાનો મોદી સરકારે હાલમાં ઇન્કાર કર્યો છે. એર ઇન્ડિયામાં નવી તાકાત ઉમેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ એરલાઈનને નફાલાયક બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. રાષ્ટ્રીય એરલાઈનના ખાનગીકરણની મહત્વકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી ત્યારે કોઇ ખરીદદાર ન મળતા મોદી સરકારની મુશ્કેલી વધી હતી. આખરે આ યોજનાને પડતી મુકવામાં આવી હતી. એરઇન્ડિયા તેના દેવા પૈૈકી ૫ અબજ ડોલર સાથે ઓફર કરવામાં આવે છે. વર્ષોથી જંગી નુકસાન થયા બાદ બેલઆઉટના પેકેજો થતા રહ્યા છે. ગયા સપ્તાહમાં ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ કહ્યું હતું કે, એરઇન્ડિયા માટે સરકાર ચાર પાંખિય વ્યૂહરચના ધરાવે છે તેમાં ફાઈનાન્સિયલ પેકેજ, બ્રાન્ડિંગ રિફ્રેશ, ઓર્ગેનાઇઝેશનલ અને ગવર્નન્સ સુધારાનો સમાવેશ થાય છે. સ્ટાફમાં નવા પ્રાણ ફૂંકવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે. એર ઇન્ડિયાને લઇને પહેલાથી જ સરકારની મુશ્કેલી રહી છે. દશકોથી આ એરલાઈનમાં નાણાં ઠાલવવામાં આવી રહ્યા છે પરંતુ એરઇન્ડિયાની સ્થિતિ સુધરી નથી. મોદી સરકારે વચ્ચેના ગાળામાં એરઇન્ડિયાને ખાનગી હાથમાં સોંપી દેવા તૈયારી કરી હતી પરંતુ તેમાં પણ સફળતા હાથ લાગી ન હતી. આખરે આ યોજના પડતી મુકાઈ હતી. હવે એર ઇન્ડિયાને વેચી દેવાની યોજનાને આગળ નહીં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

સંઘના કાર્યક્રમમાં લાઠીઓનું પ્રદર્શન કરવા બદલ ભાગવતને કોર્ટનું તેડુ

aapnugujarat

ઉર્જિત પટેલના ઉત્તરાધિકારી તરીકે હસમુખ અઢિયાની નિમણૂંક થશે…!!?

aapnugujarat

હજી પણ અનિલ અંબાણી પર એક લાખ કરોડ રૂપિયા કરતા વધારે દેવુ છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1