Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં દિવાળીની આજે ઉજવણી કરાશે

દેશભરમાં આવતીકાલે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવવા માટે તૈયાર થયેલા છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવે છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જોડાયેલો છે.
દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે.
મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્થિતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શક્તિ વધી છે. આર્થિક સ્થિતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર મોંઘવારી છતાં ફટાકડાઓ, મિઠાઇઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. દિવાળી પર્વ મુખ્યરીતે બાળકો અને યુવા પેઢી વધુ શાનદારરીતે ઉજવે છે. કોર્પોરેટ જગતમાં દિવાળી પર્વ પ્રસંગે એક બીજાને મિઠાઇઓ આપવા અને ગ્રિટિંગ્સ કાર્ડ અને શુભેચ્છા સંદેશાઓ મોકલવાની પરંપરા રહી છે. યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરે છે. બાળકો ફટાકડા ફોડવામાં વ્યસ્ત રહે છે. જુદી જુદી સંસ્થાઓ ધ્વનિ પ્રદૂષણ અને અન્ય રીતે નુકસાન ન થાય તે માટે સક્રિય રહે છે પરંતુ બાળકો આની તરફ ધ્યાન આપ્યા વગર શાનદાર ઉજવણીમાં વ્યસ્ત જોવા મળે છે.
દિવાળી પર્વ દરમિયાન ખરીદી માહોલ વધારે રહે છે.આ ગાળા દરમિયાન સોના ચાંદી, વાહનોના બજારમાં અનેક ગણો વધારો થાય છે. આ ઉપરાંત ફટાકડા બજારમાં પણ તેજી રહે છે. આ તમામ બજારોનું કદ સતત વધી રહ્યું છે. આવનાર સમયમાં આ તમામ કારોબાર વધુ તીવ્ર બને તેવા સંકેત છે. દિવાળી ઉપર ફટાકડાઓનો વિશેષ ક્રેઝ રહે છે. મોટાપાયે ફટાકડાઓની ખરીદી બાળકો અને મોટી વયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ફટાકડાઓની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. બીજીબાજુ ફટાકડાઓને લઈને વારંવાર કેટલીક સંસ્થાઓ દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવે છે. ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ અને શરતોની વાત થઈ રહી છે. આવા સમયમાં ફટાકડાનું વેચાણ ઘટી રહ્યું છે. દિલ્હી, અમદાવાદ, જયપુર, લખનઉ, મુંબઈ જેવા મોટા શહેરોમાં ગેરકાયદે ફટાકડા વેચનારા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફટાકડા માટેની માંગ ઉલ્લેખનીય રીતે ઘટી ગઈ છે. ૩૫થી ૪૦ ટકા સુધી માંગ ઘટી છે. સ્થાનિક ઈન્ડસ્ટ્રીને જંગી નુકશાનનો ખતરો પણ દેખાઈ રહ્યો છે.
દિવાળી પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવાની પંરપરા રહી છે. અ તહેવારને અંધારામાંથી ઉજાસ તરફ આવવાના તહેવાર તરીકે ગણવામાં આવે છે. હાલમાં ચાઇનીઝ ફટાકડાને લઇને તંત્રે ખાસ નજર કેન્દ્રિત કરી છે. કેટલાક પ્રકારના ફટાકડા ન ફોડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. તેના વેચાણ પર રોક મુકવામાં આવી ચુકી છે. જો કે કારોબારીઓ વેચાણ કરતા રહે છે. દિવાળી પર હમેંશા તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવામા ંઆવે છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના રસિકોને રાહત આપવામાં આવી છે. કારણ કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરત સાથે કેટલાક સમય ગાળા દરમિયાન ફટાકડા ફોડવાને મંજુરી આપી છે. બાળકોને મજા પડી ગઇ છે. રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચે ફટાકડા ફોડવાને મંજુરી આપી દેવામાં આવી છે. કરોડો લોકો દિવાળીની ઉજવણી કરવા માટે સજ્જ થયેલા છે.
ખાસ કરીને બાળકો ભારે ઉત્સાહિત છે. થોડાક દિવસ પહેલા સુધી દેશમાં મંદીની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હવે બજારો હાઉસફુલ દેખાઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને અન્યોએ દેશના લોકોને દિવાળી પર શુભેચ્છા પાઠવી છે. પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા અને પરોક્ષ રીતે સ્વદેશી દિવાળીની મોદીએ વાત કરી છે. જેથી તમામ ચીજો સ્વદેશી રહે તેના પર ભારે મુકવામાં આવી રહ્યો છે.

Related posts

बेखौफ तीर्थयात्रियों का नया जत्था अमरनाथ यात्रा पर रवाना

aapnugujarat

એરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

aapnugujarat

कठुआ दुष्कर्म : पीड़ित बच्ची के पिता की याचिका पर HC का J&K सरकार को नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1