Aapnu Gujarat
મનોરંજન

અનુપમ ખેરે એફટીઆઇઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

ફિલ્મ અભિનેતા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઇ)ના અધ્યક્ષ અનુપમ ખેરે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમણે વ્યસ્ત કાર્યક્રમને લીધે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. એક્ટર-ડાયરેક્ટર અનુપમ ખેરની વર્ષ ૨૦૧૭માં લાંબા વિવાદ પછી ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટ (એફટીઆઇઆઈ)ના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.આ પહેલા ગજેન્દ્ર ચૌહાણને લઇને ખૂબ વિવાદ થયો હતો, ત્યારબાદ સરકારે તેમની જગ્યાએ અનુપમ ખેરને ચેરમેન તરીકે પસંદ કર્યા હતા. નોંધનીય છે કે ગજેન્દ્ર ચૌહાણને ૨૦૧૫માં એફટીઆઈઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ત્યારે કેમ્પસમાં ખૂબ વિરોધ-પ્રદર્શન થયું હતું. તે સમયે પણ ભાજપ સરકારે તેમને ખસેડવાનો ઇન્કાર કર્યો હતો.તે દરમિયાન ૧૩૯ દિવસ સુધી વિદ્યાર્થીઓએ હડતાલ કરી હતી, જેમાં કેટલાકે તો અનશન પણ કર્યું હતું. ચૌહાણની ઘણી આલોચના તેમનાં કેમ્પસથી બહાર રહેવાના કારણે પણ થઇ હતી. આટલું જ નહીં ફિલ્મ જગતના લોકોએ પણ ગજેન્દ્રની યોગ્યતાના અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. વિદ્યાર્થીઓએ તે સમય પૂણેથી લઇને દિલ્હીના જંતર-મંતર સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સરકારે પોતાના નિર્ણયને પાછો લીધો ન હતો. નોંધનીય છે કે એફટીઆઇઆઈના અધ્યક્ષનો કાર્યકાળ ૩ વર્ષનો હોય છે.અનુપમ ખેર આ દિવસોમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ બોલીવુડમાં ફિલ્મમાં કામ કરવાની સાથે, વિદેશોમાં પણ ઘણા પ્રોજેક્ટમાં ભાગ લઇ રહ્યાં છે. અનુપમ ખેર ’ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું પાત્ર પણ ભજવી રહ્યાં છે.અનુપમ ખેર હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત અભિનેતા છે. અનુપમ ખેરનો જન્મ ૭ માર્ચ ૧૯૫૫ના રોજ શિમલામાં થયો હતો. પોતાના ફિલ્મી કારકીર્દિની શરૂઆત અનુપમ ખેરે ૧૯૮૨માં ’આગમન’ નામની ફિલ્મથી કરી હતી, પરંતુ ૧૯૮૪માં આવેલી ફિલ્મ ’સારાંશ’ તેમની પહેલી હિટ ફિલ્મ હતી.

Related posts

बिग बॉस में हिना को पछाड़ शिल्पा शिंदे बनीं विनर

aapnugujarat

हर बार बीवी से माफी मांगता हूं : अनिल कपूर

aapnugujarat

‘शरारत’ एक तोहफा है, जिसकी यादें अभी ताजा हैं : श्रुति सेठ

editor

Leave a Comment

UA-96247877-1