Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંસદ સમિતિ સમક્ષ ઉર્જિત ૧૨મીએ હાજર થશે

સંસદની એક સમિતી સમક્ષ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ ત્રીજી વખત હાજર થનાર છે. સરકારના નોટબંધીના નિર્ણયના સંબંધમાં માહિતી મેળવી લેવા માટે ઉર્જિત પટેલને ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. ઉર્જિત પટેલ આ સમિતિ સમક્ષ ૧૨મી નવેમ્બરના દિવસે હાજર થનાર છે. આ સમિતિમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ એક સભ્ય તરીકે છે. વીરપ્પા મોઇલીના નેતૃત્વમાં નાણાં મામલાની સ્થાયી સંસદીય સમિતિ આશરે બે વર્ષથી આ મુદ્દા પર મંથન કરી રહી છે. આ સમિતિમાં ૩૧ સભ્યો રહેલા છે. સરકારે આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરી દેવાની જાહેરાત કર હત. ત્યારબાદ નવા ૫૦૦ અને ૨૦૦૦ની નોટ જારી કરવામાં આવી હતી. સમિતિની બેઠકના નોટીસ બાદ પટેલને ૧૨મી નવેમ્બરના દિવસે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવ્યા બાદ તેના પ્રભાવ અંગે માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. આરબીઆઇના ગવર્નરે જુદી જુદી માહિતી આપવા માટે તૈયારી કરી છે. પહેલા પણ તેમને બોલાવવામાં આવ્યા હતા. સંપર્ક કરવામાં આવતા મોઇલીએ કહ્યુ હતુ કે સભ્યો નોટબંધી અને ખાસ કરીને તેની અસરના સંબંધમાં માહિતી મેળવી લેવા માટે ઇચ્છુક છે. જેથી તેમને બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે સંભવિત રીતે આ પ્રથમ વખત બની રહ્યુ છે કે જ્યારે આરબીઆઇના ગવર્નરને ત્રીજી વખત બોલાવવામાં આવ્યા છે. ઉર્જિત પટેલ પહેલા પણ હાડર થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં આ બેટક પણ ઔપચારિક દેખાઇ રહી છે.

Related posts

राफेल जेट लेने फ्रांस जाएंगे रक्षा मंत्री राजनाथ सिंह

aapnugujarat

अयोध्या विवाद : श्री श्री मोहन भागवत से मिलेंगे

aapnugujarat

તંગદિલી ઘટી : નાથુલાના રસ્તે કૈલાશ યાત્રાને મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1