Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટને લઇ સમજૂતિ થઇ

બિહારમાં સામાન્ય ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને મોટી રાહત મળી ગઈ છે. એનડીએમાં સીટોને લઇને સમજૂતિ થઇ ચુકી છે. સમજૂતિ મુજબ ભાજપ અને જેડીયુ એક સમાન સીટો ઉપર ચૂંટણી લડશે. આજે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંયુક્તરીતે આની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓ ૧૭-૧૭ સીટો પર ચૂંટણી લડશે જ્યારે એલજેપી અને આરએલએસપી બે-બે સીટો ઉપર ચૂંટણી લડશે. અમિત શાહે જાહેરાત કરી હતી કે, બે ત્રણ દિવસમાં કોણ કેટલી સીટ પર લડશે તેની જાહેરાત કરાશે. એનડીએના અન્ય સાથી પક્ષ એલજેપી અને આરએલએસપીના નેતા ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહે પણ સંદર્ભમાં માહિતી આપી હતી. લાંબી વાતચીત બાદ બિહારમાં બરોબરની સીટો મળતા નીતિશકુમાર ખુશ દેખાઈ રહ્યા છે. બિહારમાં સમજૂતિ બાદ ભાજપ ૨૦૧૪ની સંખ્યામાં હાર્યા વગર પાંચ ઓછા સાંસદ થઇ જશે. ૨૦૧૪માં ભાજપને ૨૯માંથી ૨૨ સીટો મળી હતી જ્યારે જેડીયુને માત્ર બે સીટો મળી હતી. નીતિશકુમાર અને પીકેની જોડી દ્વારા બરોબરની સીટ લેવા દબાણ લાવવામાં આવ્યું હતું. શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્વયં મીડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જેડીયુ અને ભાજપ એક સમાન સીટો પર ચૂંટણી લડશે અને અન્ય સાથીઓને પણ સન્માનજનક સીટો મળશે. તેમણે કહ્યું કે, બંન્ને પાર્ટીઓ કેટલી સીટો પર ચૂંટણી લડશે તેની જાહેરાત થોડા દિવસો બાદ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લડવામાં આવશે અને પહેલા કરતા વધારે સીટો પર જીત પ્રાપ્ત કરશે. ઉપેન્દ્ર કુશવાહ અંગે પુછાયેલા સવાલ પર અમિત શાહે કહ્યું કે, તેઓ અમારી સાતે છે અને એનડીએનાં તમામ સાથીઓને સન્માનજનક સીટો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ વિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા અમારી સાથે છે અને નવા સાથીઓ સાથે આવવાના કારણે તમામની સીટો ઘટાડવામાં આવી છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, બિહારમાં સીટ શેરીંગની ફોર્મ્યુલા અંગે વાતચીત થઇ ચુકી છે. નીતીશ કુમારની સાથે તેમની પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર અને જદયુનાં વરિષ્ઠ નેતા રાજીવ રંજન ઉર્ફે લલન પણ હતા. દળના સુત્રો અનુસાર આ મુખ્યમંત્રીની રાજનીતિક યાત્રા છે. તેમનાં પહોંચતાની સાથે જ દિલ્હીમાં હાજર જદયુનાં અન્ય કેટલાક નેતાઓ પણ તેમને મળવા માટે પહોંય્યા હતા. ૨૦૧૯ લોકસભા ચૂંટણી મુદ્દે એનડીએની વચ્ચે બિહારની સીટો પર વહેંચની મુદ્દે ચાલી રહેલી વાતચીત વચ્ચે નીતીશ કુમારનું દિલ્હી પહોંચવું મહત્વનું માનવામાં આવી રહ્યું હતું.

Related posts

રાહુલ ગાંધીની કોંગી નેતાઓને સલાહ : અંબાણી ગ્રુપની કંપનીનો કેસ ન લડો

aapnugujarat

શક્તિસિંહ ગોહિલ એમપી અને રાજસ્થાનમાં પ્રચારમાં

aapnugujarat

એમ.આર.શાહે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1