Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઇ લાંચ કેસમાં અધિકારીઓની બદલીનો ખેલ ખેલાયો

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના સંઘર્ષમાં હવે સરકાર પણ સક્રિય નજર આવી રહી છે. લાંચ મામલે ચાલી રહેલી કવાયતો વચ્ચે સીબીઆઇની કમાન સંભાળવા માટે નાગેશ્વર રાવની વરણી કરવામાં આવી હતી, જેમણે કાર્યભાળ સંભાળતાની સાથે જ આ મામલે સક્રિયતા દાખવી હતી. સીબીઆઇએ આ મામલે કાર્યવાહી કરતા તેના ૧૩ અધિકારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરી નાખી છે, જેમાં એ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જે સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર લાગેલા આક્ષેપોની તપાસ કરી રહ્યા હતા.નોંધનીય બાબત છે કે લાંચ મામલાએ વધારે ગરમાવો પકડતા સરકારે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજાઓ પર મોકલીને જોઇન્ટ ડાયરેક્ટર નાગેશ્વરને સીબીઆઇના કાર્યકારી ડાયરેક્ટર તરીકે નિમ્યા હતા. નાગેશ્વરે આ મામલે પહેલુ પગલું ભરતા કેટલાક અધિકારીઓની બદલી કરી હતી જેમાં રાકેશ અસ્થાના કેસની તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડીએસપી અજય બસ્સીનો પણ સમાવેશ થાય છે. બસ્સીને ટ્રાન્સફર કરી પોર્ટ બ્લેયર મોકલવામાં આવ્યા છે.
આ સિવાય જોઇન્ટ ડાયરેક્ટર અરૂણ શર્માને જેડી પોલિસી અને જેડી એન્ટી કરપ્શન હેડક્વાર્ટરેથી પણ હટાવી દેવાયા હતા. તેમની સાથે એસી આઇઆઇઆઇના ડીઆઇજી મનીષ સિન્હાને પણ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. સીબીઆઇએ રાકેશ અસ્થાના લાંચ કેસને ફાસ્ટ ટ્રેક ઇન્વેસ્ટિગેશનમાં દાખલ કર્યો છે.
અજય બસ્સી- તેઓ દિલ્હી હેડક્વાર્ટરમાં ડેપ્યુટી એસપીના પદ પર હતા અને લાંચ કેસની તપાસ કરી રહેલ ટીમના ઇન્ચાર્જ હતા. બસ્સીની બદલી પોર્ટ બ્લેયર કરવામાં આવી છે.
એસએસ ગ્રૂમ- એડિશનલ એસપી એસએસ ગ્રૂમની બદલી જબલપુર કરવામાં આવી છે. તેમની પર ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ અને બળજબરીથી કોરા કાગળ પર તેમની સહી કરાવવાનો આરોપ છે.
એ કે શર્મા- શર્મા સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માના ખાસ શુભચિંતક માનવામાં આવતા હોવાથી તેમની પણ બદલી કરવામાં આવી છે.

Related posts

AN-32 IAF aircraft with 13 on-board missing after taking off from Assam’s Jorhat

aapnugujarat

ત્રિપુરાના મંત્રી પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કર્યાનો આરોપ

aapnugujarat

દિલ્હીમાં મતદાનનાં દિવસે વધુ ગરમી રહેશે નહીં : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1