Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧ નવેમ્બરથી રેલ્વેમાં જનરલ ટિકિટનું ઓનલાઈન બુકિંગ થશે

પહેલી નવેમ્બરથી રેલ્વેની અનરીઝર્વ્ડ ટિકીટનું બુકીંગ ઓનલાઇન થઇ જશે. દિવાળી પહેલા મુસાફર પોતાના મોબાઇલ ફોનથી લાંબા અંતરની ટ્રેનમાં રેલવેના અનારક્ષિત ટીકીટ સીસ્ટમ (યુટીએસ)થી જનરલ ટિકીટ ખરીદી શકશે. તેના માટે હવે તેમણે કાઉન્ટર પર લાંબી લાઇનમાં નહીં ઉભુ રહેવું પડે. રેલમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે યુટીએસ ઓન મોબાઇલ સેવા ર૦૧૪માં શરૂ થઇ હતી. પહેલા તે મુંબઇ ઉપનગરીય સેવા, પછી દિલ્હી-પલવલ અને ચેન્નાઇ ઉપનગરીય સેવા ચાલુ કરાઇ હતી. રેલવેના ૧પ ઝોનમાં આ સેવા શરૂ થઇ ચૂકી છે.
નોર્થ ઇસ્ટ ફ્રંટીયર રેલ્વેના કટિહાર, અલીપુરદ્વાર, લુબીંગ, રંગીયા તીનસુખીયા અને વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વેના જબલપુર, ભોપાલ અને કોટા ડીવીઝનમાં યુટીએસ ઓન મોબાઇલ શરૂ નથી થઇ શકયું તેના લીધે સેંકડો મુસાફરો આ સેવાનો લાભ નહોતા લઇ શકતા. રેલમંત્રાલય ૩૦મી ઓકટોબર સુધીમાં બાકી રહેલા ડીવીઝનોમાં આ સેવા ચાલુ કરી દેશે. આમ પહેલી નવેમ્બરથી દેશભરમાં મોબાઇલ પર જનરલ ટીકીટ બુકીંગની સેવા શરૂ થઇ જશે.
મુસાફરો ટીકીટ બુકીંગ માટે એકવાર રજીસ્ટ્રેશન અને લોગઇન કરવું પડશે. દરેક પીએનઆર પર વધુમાં વધુ ચાર મુસાફરો મુસાફરી કરી શકશે. કયા સ્ટેશનથી ઉપડવાનું અને કયા સુધી જવાનું છે તે અંગેનો મેસેજ જીપીએસ દ્વારા બુકીંગ થયા પછી મળી જશે. ટીકીટનું ચૂકવણુ ડેબીટકાર્ડ, ક્રેડીટકાર્ડ, પેટીએમ વગેરે દ્વારા થઇ શકશે. એપ દ્વારા પ્લેટફોર્મ ટીકીટ જનરલ ટીકીટ, માસીક પાસ વગેરે ઓનલાઇન લઇ શકાશે.

Related posts

पाकिस्तानी सेना की फायरिंग में दो भारतीय जवान शहीद

aapnugujarat

बेटे के करियर का जो हो सो हो, राष्ट्रहित सबसे ऊपर : यशवंत सिन्हा

aapnugujarat

मुंबई में रैगिंग से परेशान मेडिकल की छात्रा ने लगाई फांसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1