Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિંધુ જળ સંધિ પર ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કરશે પાકિસ્તાન : રિપોર્ટ

પાકિસ્તાન ૧૯૬૦ની સિંધુ જળ સંધિને લઈને પોતાની ચિંતાઓ પર ધ્યાન આકર્ષિત કરવા માટે ભારત વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ કરશે. ભારતે પાકિસ્તાન અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં બે પનવિજળી પરિયોજનાઓનો પ્રવાસ કરવા દીધો નહીં. જે બાદ પાકિસ્તાને આ મુદ્દે તેના વિરુદ્ધ અભિયાન ચલાવવાનું મન બનાવ્યુ છે. સ્થાયી સિંધુ જળ આયોગ પર પાકિસ્તાનના આયુક્ત સૈયદ મેહર અલી શાહે કહ્યુ કે ભારતીય જળ આયુક્તે ૨૯ અને ૩૦ ઓગસ્ટે થયેલી વાર્ષિક બેઠકમાં વચન આપ્યુ હતુ કે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહે જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦૦ મેગાવોટની પાકલ દુલ અને ૪૮ મેગાવોટના લોઅર કલનાઈ પરિયોજનાના પ્રવાસનું આયોજન કર્યું. તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીના કારણે આ પ્રવાસ મધ્ય ઓક્ટોબર સુધી ટળી ગયો.

Related posts

ઉત્તર કોરિયા ચીન માટે પણ ખતરારૂપ : ડોનાલ્ડ ટ્રમ્પ

aapnugujarat

भारत-पाक तनाव के बीच UN की अपील – संयम बरतें दोनों देश

aapnugujarat

अमेरिका का बदला इतिहास

editor

Leave a Comment

UA-96247877-1