Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છત્તીસગઢ ચૂંટણી : ભાજપે મંત્રી સહિત ૧૪ ધારાસભ્યોની ટિકીટ કાપી

ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે રમણસિંઘનું નામ જાહેર કર્યું હતું. સાથે જ પાર્ટી તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બીજેપીએ વર્તમાન મંત્રી સહિત ૧૪ ધારાસભ્યને ટિકિટ નથી આપી. બીજેપી તરફથી ૭૭ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં નવેમ્બરમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજેપીની મધ્યસ્થ ચૂંટણી સમિતિની બેઠક બાદ તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંઘ, પાર્ટી પ્રમુખ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ઉમેદવારોના નામની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે. બીજેપી તરફથી છત્તીસગઢ વિધાસભાની કુલ ૯૦ બેઠકમાંથી ૭૭ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાંથી ૧૪ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ૧૪ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સાંસદ વિક્રમ ઉસેન્ડી બસ્તર વિસ્તારની અંતગઢ બેઠક પરથી ચૂંટણી લડશે, તેમજ તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા પૂર્વ રાયપુર કલેક્ટર એસ.પી. ચૌધરી ખરસૈયા બેઠક પરથી ચૂંટણી લડશે.

Related posts

मानहानि केस : गुजरात की सूरत कोर्ट में राहुल गांधी ने नहीं कबूला गुनाह

aapnugujarat

दिल्ली-मुंबई एक्सप्रेस-वे आदिवासी इलाकों से होकर गुजर रहा है : गडकरी

aapnugujarat

AP CM YS Jaganmohan Reddy will launch Praja Darbar from July 1

aapnugujarat

Leave a Comment

UA-96247877-1