Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચાર વર્ષે જાગ્યા ભાગવત,રામ મંદિર મુદ્દે કર્યો હૂંકાર

દશેરા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ)ના પ્રમુખે પોતાના સંબોધનમાં પહેલાં મહાત્મા ગાંધી અને નાનકની શિખામણનો ઉલ્લેખ કરતાં ભારતીય સેનાને વધુ મજબૂત બનાવાની વાત જણાવી હતી. મોહન ભાગવતે જણાવ્યું કે એસસી-એસટી વર્ગથી આવનાર સમાજને વંચિત સમૂહ, પ્રતાડિત લોકોને મજબૂત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આત્મસન્માનના દૃષ્ટિકોણથી મંદિર નિર્માણ જરૂરી છે, તે ગૌરવ અને એકતાના વાતાવરણ માટે પણ માર્ગ મોકળો કરશે.
અર્બન નક્સલના વિચારનો પણ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે દેશમાં ચાલી રહેલા નાના-નાના આંદોલનોમાં ’ભારતના ટુકડા થઇ જશે’ તેવું કહેનારા પણ જોવા મળ્યા. તેના પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર ચાલી રહ્યો છે અને તેનું કન્ટેન્ટ પાકિસ્તાન, ઇટલી, અમેરિકાથી આવી રહ્યું છે. ભાગવતે નામ લીધા વગર એસસી-એસટી એક્ટ પર ઉભા થયેલા ગતિરોધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એક રીતે મોદી સરકારને સલાહ આપતા જણાવ્યું કે સમાજમાં ફેલાઇ રહેલા અસંતોષનો ઉકેલ લાવવો પડશે, દબાયેલા લોકોને તેમનો હક આપવો પડશે.
સંઘ પ્રમુખે જણાવ્યું કે આ દેશમાં બાબર તરીકે ભયાનક આક્રમણની આંધી આવી. બાબરના સમયે કે તેના પછી અંગ્રેજોના સમયમાં આપણે એટલા માટે પરતંત્ર થઇ ગયા કારણ કે આપણા સમાજનું આચરણ પ્રતિકૂળ નહતું. દુનિયાના સંકટથી અમે તમને બચાવ્યા. બાબરે માત્ર હિન્દુોને જ નહીં મુસલમાનોને પણ છોડ્યા નહીં. સમાજને ખરડયો કારણ કે સમાજમાં ઉણપ આવી ગઇ હતી. સ્વાર્થ પ્રબળ થઇ ગયો હતો. સમાજનું આચરણ પ્રતિકૂળ થઇ ગયું હતું. તેથી દૂરથી આવેલા એક બર્બર આક્રમણકારીને દેશની તમામ લડાઇઓમાં જીત મળી. પછી ગુરૂનાનક આ દેશમાં આવ્યા. તેમણે સમાજની સ્થિતિને જોઇ એક આધ્યાત્મિક આચરણની વાત જણાવી. પછી ગુલામીના રસ્તાથી બહાર નીકળી આપણે ફરીથી સ્વતંત્ર થયા.
મોહન ભાગવતે જણાવ્યું કે ભારત સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે પરંતુ દુનિયામાં આપણા શત્રુ પણ છે. તેનાથી બચવાનો ઉપાય કરવો પડશે. પાડોશી દેશમાં સરકાર બદલાઇ પરંતુ સરહદની બાજુના રાજ્યોમાં તેની ક્રિયામાં કોઇ ઘટાડો થયો નથી. આપણે એવા બનીએ કે શત્રુમાં હિંમત ના હોય. સેનાને આ દ્રષ્ટિથી મજબૂત બનાવાની જરૂર છે. પાછલા વર્ષોમાં ભારતની દુનિયામાં પ્રતિષ્ઠા વધી છે તેનું કારણ એ છે કે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું કે સૈનિકો સરહદ પર એકલા છે. તેમની સુરક્ષા અને તેમના પરિવારોની સુરક્ષાની જવાબદારી આપણી છે. ગોળીનો જવાબ હોળીથી આપવાની હિંમત રાખનારની ચિંતા કોણ કરશે. આ અંગે વહીવટી પ્રશાસન દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ તેની ગતિ વધારવાની જરૂર છે. સમુદ્રી સરહદની રક્ષાની પણ જરૂર છે. તેમણે ચીન તરફથી આવતા ખતરા અંગે ચેતવણી આપતા જણાવ્યું કે તે ‘સ્ટ્રિંગ ઓફ પર્લ’ પર કામ કરી રહ્યાં છે અને તેમણે દરિયાઇ દેશોની મદદથી આમ કર્યું છે.
સંઘ પ્રમુખે જણાવ્યું કે દેશમાં નાના-નાના મુદ્દાઓ માથું ઉંચકી રહ્યાં છે. તેના પર આંદોલનો થયા, તેનો રાજકીય લાભ ઉઠાવવાના પ્રયાસો થઇ રહ્યા છે અને આપણે એ સમજી પણ શકીએ છીએ, પરંતુ તેમાં ભારત તેરે ટુકડે હોંગે જેવા નારા લગાવનાર, જે પ્રકટ રૂપથી જણાવે છે કે બંદૂકની અણીએ સત્તા જોઇએ છે. આ આંદોલનોમાં એવા પણ ચહેરા દેખાયા. આપણા દેશમાં અસંતોષ છે અને તેની વિરૂદ્ધ ચાલી રહેલાં આંદોલનોમાં પણ આ સામેલ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર ચાલી રહ્યો છે. અને તેનું કન્ટેન્ટ પાકિસ્તાન, ઇટલી, અમેરિકાથી આવી રહ્યું છે. તેને નિઓ લેફ્ટ કહેવાય છે જેનો પ્રચલિત શબ્દ છે અર્બન માઓવાદ. માઓવાદ હંમેશાથી અર્બન રહ્યું છે. મોહન ભાગવતે એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને મોદી સરકાર દ્વારા પલટયા બાદ ઉભા થયેલા ગતિરોધ, આંદોલન પર પણ પરોક્ષ રીતે ટિપ્પણી કરી હતી.

Related posts

२०१४ दिल्ली रेप केस में उबर ने टोप एग्जिक्युटिव को हटाया

aapnugujarat

૧૬મીએ સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી

aapnugujarat

રાફેલ અંગે કેગનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1