Aapnu Gujarat
ગુજરાત

મારવાડી સમાજના સુવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી

રાજ્યમાં પરપ્રાંતિયનો મુદ્દો શાંત નથી પડ્યો ત્યાં અન્ય એક સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે. પોલીસની કામગીરી પર હવે સોની સમાજે બાયો ચડાવી છે. પોતાના સમાજ પર થઇ રહેલા અત્યાચાર માટે લડી લેવા સોની મારવાડીઓ મેદાને ઉતર્યા છે. સમાજ પર થઇ રહેલા અત્યાચાર અટકાવવા સુવર્ણકાર યુવા સેનાની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં મારવાડી લોકોનું કહેવું છે કે તેમની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.અમદાવાદમાં હવે મારવાડી સમાજના સુવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી છે. સુવર્ણકારોને કારણ વગર પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ આ સોની વેપારીઓએ કર્યો છે. સુવર્ણકાર યુવા સેનાના કન્વીનર રાજેશ સોનીનું કહેવું છે કે, પોલીસ સોની વેપારીઓ સાથે ચોર અને આતંકી જેવો વ્યવહાર કરી ગાલી ગલોચ અને ધાકધમકી કરે છે.જે અંગે આગામી સમયમાં ગૃહમંત્રી અને ડીજીપીને આવેદનપત્ર આપવામાં આવશે. ઉપરાંત પરિસ્થિતિ નહી સુધરે તો હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી કરાઇ છે. સુવર્ણકાર યુવા સેના દ્વારા એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જેના મારફત આ સેના સોની સમાજના વિવિધ સામાજિક કાર્યો પણ કરશે.બીજીતરફ સવર્ણકાર યુવા સેના ગૃહમંત્રી અને ડીજીપીને પણ આવેદન પત્ર આપી રજુઆત કરશે તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર નહિ થાયતો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી સોની વેપારીઓએ ઉચ્ચારી છે.

Related posts

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ત્રણ દિપડા અને ત્રણ દિપડી લવાઈ

aapnugujarat

ભાવનગરના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી કોરોનાની ગાઇડલાઇન જાળવીને સ્થળાંતર કરાયું

editor

અંબાજીનો ગબ્બર રૉપ-વે ૧૦ માર્ચથી ચાલુ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1