Aapnu Gujarat
ગુજરાત

પ્રદેશ મહિલા કોંગીના પ્રમુખ તરીકે ગાયત્રીબાની નિમણૂંક

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક કરવામાં આવી હતી. કોંગી હાઇકમાન્ડ અને મોવડીમંડળ દ્વારા રાજકોટના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની પક્ષ પ્રત્યેની કટિબધ્ધતા અને તેમની સક્રિય કામગીરીને ધ્યાનમાં લઇ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખપદ માટેની પસંદગીનો કળશ તેમની પર ઢોળ્યો હતો. ગાયત્રીબા વાઘેલા રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. દરમ્યાન ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુકિતને લઇ ભારે ખુશી વ્યકત કરવાની સાથે ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનું મહિલા સંગઠન વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં આવશે. રાજયભરમાં મહિલાઓને સાથે રાખી ઘરે ઘરે પહોંચી તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. મહિલા સુરક્ષા અને મહિલા સશકિતકરણના મુદ્દાઓને પણ પ્રાધાન્યતા આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની અસલામતી તેમજ સ્ત્રી સશક્તિકરણ મામલે સરકાર સામે વિરોધ કરવામાં આવશે. મોંઘવારી મામલે પણ મહિલા કોંગ્રેસ દ્વારા સરકાર સહિત તમામ મોરચે ઉગ્ર અને અસરકારક રજૂઆત કરાશે. તેની સાથે સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે મહિલા સંગઠનને મજબૂત કરી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાનો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

Related posts

ફતેહવાડી વિસ્તારમાં પ્રેમાંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

aapnugujarat

ગુજરાત ચૂંટણી : મહિલા ઉમેદવારની સંખ્યામાં ૩૩ ટકા સુધી ઘટાડો

aapnugujarat

હિંમતનગરમાં સીસીઆઈએમ એક્ટના વિરોધમાં મેડિકલ એસો. હડતાળ રાખી

editor

Leave a Comment

UA-96247877-1