Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી સંપન્ન

જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ સ્થાનિક ચૂંટણી યોજાઈ રહી છે. આજે સ્થાનિક ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું. બીજા તબક્કામાં શાંતિપૂર્ણરીતે ૫૭થી ૬૦ ટકા સુધી ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. મોટાભાગે મતદાન શાંતિપૂર્ણ રહેતા તંત્રએ રાહત અનુભવી હતી.
૧.૨૮ લાખ મતદારો પૈકી ૫૭થી ૬૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનને ધ્યાનમાં લઇને સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં બીજા તબક્કામાં ૧૩ જિલ્લામાં ૩૮૪ વોર્ડોમાં સ્થાનિક ચૂંટણી યોજાઇ હતી. આજે બીજા તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો હતો. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલ્યું હતું. કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ચૂટણી પંચના કહેવા મુજબ બીજા તબક્કામાં ૧૩ જિલ્લાના ૩૮૪ વોર્ડ રહેલા છે. આજે મતદાન બાદ બીજા તબક્કામાં કુલ ૧૦૯૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવ્યું હતું. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વહીવટી તંત્રે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં ૧૩મી ઓક્ટોબરના દિવસે મતદાન યોજનાર છે. આવી જ રીતે ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે. ૬૫ ઉમેદવારો બિનહરિફ ચૂંટાઇ ચુક્યા છે. જેમાં ૬૧ કાશ્મીર ખીણના છે. ખીણમાં આવા ૭૦ વોર્ડ રહેલા છે. જ્યાં મતદાન થનાર નથી. કારણ કે ત્યાં કોઇ ઉમેદવારો મેદાનમાં નથી. ત્રાસવાદીઓ લોકોને સ્થાનિક ચૂંટણીથી દુર રહેવા માટે ધમકી આપી ચુક્યા છે. હુરિયતના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આદેશ કર્યો છે.
જો કે ધમકી છતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.

Related posts

पश्चिम बंगाल के सात में से चार नगर निगम तृणमूल कांग्रेस के नाम हुए

aapnugujarat

૨૦૨૧માં મોકલાશે ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન : ઇસરો પ્રમુખ

aapnugujarat

દર વર્ષે ૧૦ લાખ યુવાઓને લશ્કરી તાલીમ આપશે મોદી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1