Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં મોટાભાગના લોકોની મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદ રૂપાણી

દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરવે આવવા લાગ્યા છે. બે દિવસમાં બે સરવે બહાર આવ્યા છે. જેમાં મોદી સરકાર ફરી રીપિટ થઈ રહ્યાં હોવાના સરવેમાં દાવાઓ કરાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી હોવાની હવા વચ્ચે રૂપાણી સરકાર કોંગ્રેસના સૂપડાં સાફ કરી દેશે. ગુજરાતમાં મોટાભાગનો લોકોની પ્રથમ પસંદ મુખ્યમંત્રી તરીકે રૂપાણી છે. ગુજરાતીઓ રૂપાણીને ફરી મુખ્યમંત્રીના પદ પર જોવા માગે છે. ગુજરાતની ચૂંટણીને ૯ મહિનાનો સમય વિત્યો છે. આમ છતાં લોકોને આજે પણ વિજય રૂપાણી પર એટલો જ વિશ્વાસ છે. લોકપ્રિયતામાં રૂપાણી કોંગ્રેસના નેતાઓ કરતાં કંઇ ઘણા આગળ છે. આ નિષ્કર્ષ ઇન્ડિયા ટુડેના પોલિટીકલ સ્ટોક એકસચેન્જ પીએસઇના પાંચમાં સંસ્કરણમાં બહાર આવ્યો છે. ગોવામાં ભાજપ સરકારની સ્થિતિ ખરાબ હોવાની વચ્ચે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે લોકપ્રિયતા જાળવી રાખવી છે. ગુજરાતમા નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી બનવા માટે ઘણા ટ્રાય કર્યા છે પણ અમિત શાહને પગલે તેમના અરમાનો પૂરાં થઈ રહ્યાં નથી.
ઇન્ડિયા ટુડે- માય ઇન્ડિયા પીએસઇ સરવે અનુસાક ૪૮ ટકા લોકો વિજય રૂપાણીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છે છે. વિજય રૂપાણીના નેતૃત્વ વાળી બીજેપી સરકારના કામકાજથી ગુજરાતમાં ૪૩ ટકા લોકો ખુશ છે. સરવેમાં ૨૭ ટકા લોકોએ રૂપાણી સરકારના કામકાજ બાબતે નારાજગી દર્શાવી હતી. ૨૬ ટકા લોકોએ રૂપાણી સરકારની કામગીરીને સરેરાશ ગણાવી હતી. ગુજરાતમાં મોદી સરકારની કામગીરી બાબતે ૬૧ લોકો ખુશ છે. જેઓ ફરી મોદીને પ્રધાનમંત્રી બનાવવા માગે છે. ગુજરાતના ૨૮ ટકા લોકોની આજે પણ પસંદ રાહુલ છે.

Related posts

પ્રત્યેક જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન : પંડ્યા

aapnugujarat

એસીપી રીમા મુન્શીને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

साबरमती को स्वच्छ बनाकर इतिहास रचेंगे : विजय रुपाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1