Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૯ વર્ષની છોકરીએ કર્યો મહિલા પર રેપ

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બિઝનેસમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત આપી ૨ લુખ્ખા તત્વોએ ૨૫ વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યો હતો. મહિલાનો આરોપ છે કે બે છોકરાઓ ઉપરાંત ૧૯ વર્ષીય છોકરીએ પણ તેની સાથે લૈંગિક દુર્વ્યવહાર કર્યો છે.
આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.અહેવાલો અનુસાર બળાત્કારનો કેસ સીમાપુરી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવતી વખતે, મહિલાએ કહ્યું કે તે ગુરુગ્રામની એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી પરંતુ થોડા મહિના પહેલા તેને બિઝનેસ શરૂ કરવા માટે નોકરી છોડી દીધી હતી.એક દિવસ તે આરોપીમાંથી જ એક માણસ તેને મળ્યો અને તે કોઈ આઇટી કંપનીનો વરિષ્ઠ છે એવું જણાવ્યું. ત્યારબાદ તે જ વ્યક્તિએ બીજા બે આરોપીઓ સાથે મહિલાની મુલાકાત કરાવી અને બધા લોકો ઑનલાઇન કપડાં વેચવાનું શરૂ કરવા માટે તૈયાર થયાં.ત્યારપછી છોકરીએ પંજાબથી બિઝનેસનો કોર્સ કર્યો. એક દિવસ આરોપીઓએ તેમને વ્યવસાય માટે ૧.૫ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું. છોકરી તેના પિતા પાસેથી પૈસા લઈને ગુરુગ્રામ ગઈ. ત્યારબાદ આરોપીઓએ દિલ્હીના દિલશાડ કોલોનીમાં તેમના ફ્લેટ પર પૈસા સાથે બોલાવી, જ્યાં તેની સાથે બળાત્કાર થયો અને તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો.પીડિતાએ કહ્યું કે એક છોકરીએ લૈંગિક રમકડા દ્વારા તેના પર લૈંગિક દુર્વ્યવહાર કર્યો હતો. તેમજ મહિલાને ઘણા દિવસો સુધી ફ્લેટમાં લૉક કરી પુરી દેવામાં આવી હતી. થોડા દિવસ પછી, પીડિતા તે ફ્લેટમાંથી ભાગી ગઈ અને પોલીસ ફરિયાદ દાખલ કરી.ઉલ્લેખનીય છે કે ડીસીસી (શાહદારા) મેઘના યાદવે જણાવ્યું હતું કે પીડિતાના નિવેદનના આધારે આરોપીને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીની શોધ ચાલુ છે.

Related posts

મોદીને ફરીથી PM બનાવવા લોકોએ સંકલ્પ કર્યો છે : શાહ

aapnugujarat

મોદી સરકાર અમીર કોર્પોરેટ પર મહેરબાન છે : ચિદમ્બરમ

aapnugujarat

2 Naxalite killed and 1 woman Naxal arrested in encounter with Security forces at Chhattisgarh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1