Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર

કલંકિત નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાના આરોપીઓને ચૂંટણી લડવાથી રોકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપા કહ્યું હતું કે, કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર તે પ્રતિબંધ મુકી શકે નહીં. કાનૂન બનાવવાનું કામ સંસદનું છે. સંસદ જ આના ઉપર પ્રતિબંધ મુકી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, ઉમેદવારોને પોતાના ઉપર રહેલા અપરાધિક કેસોના સંદર્ભમાં માહિતી આપવી પડશે. સાથે સાથે સંબંધિત રાજકીય પક્ષોને પણ ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના સંદર્ભમાં તેમના બેકગ્રાઉન્ડ અંગે ઇન્ટરનેટ અને મિડિયા ઉપર માહિતી આપવી પડશે. ચૂંટણી પંચના ફોર્મને બોલ્ડ લેટર સાથે ભરવાની ફરજ પડશે. ઉમેદવારો ઉપર રહેલા અપરાધિક મામલાઓના સંદર્ભમાં પાર્ટીઓને પણ પુરતી માહિતી રહે તે જરૂરી છે. ઉમેદવાર તરફથી પોતાના બેકગ્રાઉન્ડ અને પોતાના ઉપર રહેલા કેસોના સંદર્ભમાં માહિતી આપવી ફરજિયાત રહેશે. રાજનીતિના અપરાધિકરણને રોકવા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ તારણો આપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે કબૂલાત કરતા કહ્યું હતું કે, માત્ર ચાર્જશીટ દાખલ થવાથી કોઇ ઉમેદવારને ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં. સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે કહ્યું હતું કે, તે લક્ષ્મણરેખાને પાર કરી શકે નહીં. ઉમેદવારોને ગેરલાયક જાહેર કરવાની જવાબદારી સંસદની રહેલી છે. આને લઇને સંસદ કાનૂન બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજકારણના અપરાધિકરણ અને ભ્રષ્ટાચારના લીધે લોકશાહીની જડો હચમચી ઉઠી છે. હાલમાં લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ દાવેદાર ગુનેગારી કેસમાં અપરાધિ ઠેરવી દીધા બાદ જ ચૂંટણી લડવાથી ગેરલાયક જાહેર થાય છે. પાંચ જજની બેંચે એમ પણ કકહ્યું હતું કે, મતદારોને ઉમેદવારોના સંદર્ભમાં માહિતી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં કોઇ પ્રતિબંધ કલંકિત નેતાઓ ઉપર મુક્યો નથી. આનો અર્થ એ થયો કે કલંકિત નેતાઓ હાલમાં ચૂંટણી લડી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યુ છે કે આવા કલંકિત નેતાઓને સંસદમાં પ્રવેશ કરવાથી રોકવા માટે સંસદ કાનુન બનાવે તે જરૂરી છે. એકબાજુ જોવામાં આવે તો આ ચર્ચાસ્પદ મામલામાં સુપ્રીમ કોર્ટે લોકશાહીમાં સંસદની કાયદા બનાવવાની સ્વતંત્રતાને જાળવી રાખવાની બાબતને સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે પોતાની હદને પાર કરીને કલંકિત નેતાઓને ચૂંટણી લડતા રોકવા માટે આદેશ આપી શકે નહી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઉમેદવાર પોતાના શપથપથમાં બોલ્ડ અક્ષરમાં પોતાના અપરાધિક ઇતિહાસને લખે તે જરૂરી છે. ચુકાદો આપતી વેળા ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બનેલી બેંચે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય આર્થિક આતંક તરીકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તમામ રાજકીય પક્ષોએ પોતાની વેબસાઇટ પર તમામ ઉમેદવારોના અપરાધિક ઇતિહાસની માહિતી આપવી પડશે. મતદારોને તેમના ઉમેદવાર અંગે પુરતી માહિતી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નેતાઓના પ્રશ્ને સીધી રીતે દરમિયાનગીરી કરી નથી પરંતુ ખુબ કઠોર વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે ઉમેદવારો અને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતી જાહેરાતમાં ઉમેદવારની સામે રહેલા અપરાધિક મામલાની માહિતી તમામ સંબંધિત લોકોને આપે તે જરૂરી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક તમામ પ્રકારની જાહેરાતોમાં માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયા બાદ કહ્યું હતું કે, કાયદા બનાવવાનું કામ સંસદના અધિકાર ક્ષેત્રમાં છે. સુપ્રીમ કોર્ટે આમા દરમિયાનગીરી કરવી જોઇએ નહીં. વેણુગોપાલે કહ્યું હતું કે, કોર્ટની ઇચ્છા પ્રસંશનીય છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે કોર્ટ આ કામ કરી શકે છે કેમ. તેમની દ્રષ્ટિએ કોર્ટ આ કામ કરી શકે નહીં. વેણુગોપાલે રજૂઆત કરતા કહ્યું હતું કે, બંધારણ કહે છે કે, કોઇપણ વ્યક્તિ એ વખત સુધી નિર્દોષ છે જ્યાં સુધી તેને દોષિત જાહેર કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચે એવી વ્યવસ્થા કરવી જોઇએ જે હેઠળ જે લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે તેમના સંદર્ભમાં વિગતો જાહેર થવી જોઇએ. વેણુગોપાલે અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી સજામાં પહેલાથી જ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાનો પ્રશ્ન છે. કોઇપણ વ્યક્તિ એ વખત સુધી નિર્દોષ છે જ્યાં સુધી કોર્ટ તેને સજા આપી ન દે. બંધારણની જોગવાઈ પણ આ મુજબની જ વાત કરે છે.

Related posts

રાંધણ ગેસ સિલિન્ડના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

editor

ભાજપમાં ચાલ્યા જાત તો અમે પણ રાજા હરિશ્ચંદ્ર થઇ જાત : તેજસ્વી યાદવ

aapnugujarat

ભાજપના ઘોષણા પત્રમાં રોજગારી અંગે વાત નથી : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1