Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના જખવાડા ખાતે ૧૪ લાખના ખર્ચે બનનાર નવીન પંચાયત ઘરનું ખાત મુહૂર્ત કરાયુ

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ૧૪ લાખના ખર્ચે આધુનિક પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવનાર છે. મંગળવારે જખવાડા નવીન પંચાયત ઘરનું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અન્ય વિકાસના કામોનું પણ ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, પુર્વ ધારાસભ્ય  વજુભાઈ ડોડિયા, ન્યાય સમિતિના ચેરમેન મંજીભાઈ,  જખવાડા ગામના સરપંચ મનોજસિંહ ગોહિલ,  જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ,  વિરમગામ ભાજપ મહામંત્રી કિરિટસિંહ સોહીલ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જખવાડા ગામના સરપંચ મનોજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, જખવાડા ખાતે ૧૪ લાખના ખર્ચે આધુનિક પંચાયત ઘરનું નિર્માણ માટે ખાત મુહુર્ત કરવામાં આવ્યુ છે. આ પંચાયત ઘરમાં કોન્ફરન્સ હોલ, સરપંચ ઓફિસ, તલાટી ઓફિસ સહીતની સુવીધાઓ હશે. પંચાયત ઘરના ખાત મુહુર્ત ઉપરાંત સીસી રોડ તથા પેવર બ્લોકનું ખાત મુહર્ત કરવામાં આવ્યુ હતુ.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

શંકરસિંહે ત્રીજો મોરચો ખોલી જાત સાથે દગો કર્યો : ગહેલોત

aapnugujarat

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ૨૦૧૮માં છ દર્દીનાં મોત થયા

aapnugujarat

સોલા સિવિલ : સીસીટીવી કેમેરા-લિફ્ટ બંધ સ્થિતિમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1