Aapnu Gujarat
રમતગમત

છગ્ગા સાથે પ્રથમ સદી પૂરી કરનારો ચોથો ભારતીય બન્યો પંત

ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય વિકેટકીપર- બેટ્‌સમેન રિષભ પંતે ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી. ૧૧૭ બોલમાં સદી પૂરી કરનારો પંત સૌથી નાની ઉંમરે પ્રથમ સદી ફટકારનારો બીજો ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતના પહેલાં ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. પંતે આઉટ થતાં પહેલાં ૧૧૪ રનની ઇનિંગ્સ રમી હતી.
૭૪મી ઓવરમાં આદિલ રશિદના પાંચમા બોલ પર છગ્ગો મારીને પંતે પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ સાથે જ પંત છગ્ગો મારીને પ્રથમ સદી ફટકારનારો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે.
આ પહેલાં દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલદેવ ૧૯૭૮-૭૯માં વિન્ડીઝ સામે દિલ્હીમાં, ઇરફાન પઠાણ ૨૦૦૭-૦૮માં પાકિસ્તાન સામે બેંગલુરુમાં, હરભજનસિંહ ૨૦૧૦-૧૧માં ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં આવી સિદ્ધિ હાંસલ કરી હતી.
પંત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર-બેટ્‌સમન પણ બની ગયો છે. ચોથી ઇનિંગ્સમાં સદી ફટકારવાની સાથે તેણે ધોનીને પાછળ રાખી દઈને ચોથી ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનારો ભારતીય વિકેટકીપર-બેટ્‌સમેન પણ બની ગયો છે.
વર્ષ ૨૦૦૭માં ધોનીએ લોડ્‌ર્સના મેદાન પર ૭૬ રનની ઇનિંગ્સ રમી હતી, જે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગ્સમાં કોઈ ભારતીય વિકેટકીપર બેટ્‌સમેન દ્વારા રમવામાં આવેલી સૌથી મોટી ઇનિંગ્સ હતી.

Related posts

રોહિત બની શકે રિચડ્‌ર્સ-સેહવાગ પછીનો સૌથી વિનાશક બૅટ્‌સમૅનઃ ગાવસકર

aapnugujarat

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, હિના સિદ્ધૂ, અંકુર મિત્તલને ખેલ રત્ન આપવાની ભલામણ કરી

aapnugujarat

सहवाग ने मुझे हताश कर दिया था : आर अश्विन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1