Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકને મળવા આવેલા કોંગી નેતા પાસેથી રિવોલ્વર મળી

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગણી સાથે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ૧૨મો દિવસ છે. કોંગ્રેસ સહિત અન્ય રાજનેતિક પાર્ટીના નેતાઓ-મહાનુભાવો હાર્દિકની મુલાકાત માટે ઉપવાસ સ્થળે પહોંચી રહ્યાં છે. ત્યારે કોંગી નેતા જયેન્દ્રસિંહ પરમાર પણ આજે હાર્દિકને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા. જો કે, પોલીસ દ્વારા ગ્રીનવુડ રિસોર્ટની બહાર ચાલી રહેલા સઘન ચેકિંગ દરમ્યાન જયેન્દ્રસિંહની કારમાંથી રિવોલ્વર મળી આવતાં પોલીસે કોંગી નેતા જયેન્દ્રસિંહની અટકાયત કરી હતી. કોંગી નેતાની અટકાયતને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સરકારના ઇશારે પોલીસની કાર્યવાહીના પક્ષપાતને લઇ કોંગ્રેસ પક્ષમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કોંગી નેતાની અટકાયતને પગલે રાજકીય વર્તુળમાં પણ મામલો ગરમાયો હતો. બીજીબાજુ, સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા આજે હાર્દિકના પલ્સ, બ્લડ પ્રેસર અને સુગરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે તેનું વજન આજે ૬૬ કિલો નોંધાયું હતું, પરંતુ ગઈકાલે તેનું વજન ૫૮ કિલો થયું હતું. જેને પગલે બે દિવસના અલગ-અલગ વજનને લઇ સર્જાયેલા વિરોધાભાસનો એક નવો વિવાદ સામે આવ્યો હતો અને હાર્દિકના વજનમાં આવેલા ફેરફારને લઇ અનેક સવાલો ઉઠયા હતા. ડોકટરોએ લૂલો બચાવ કરી હાર્દિકના વજનમાં થયેલા ધરખમ વધારાને ટેક્નિકલ ભૂલનું ગાણું ગાઈને હાથ ઊંચા કરી દીધા હતા. ડોકટરે જણાવ્યું હતું કે વજનનો તફાવત ટેક્નિકલ ભૂલથી થયો હોય અથવા સરખી રીતે હાર્દિક ન ઊભો રહ્યો હોય તેના કારણે થયો હોઈ શકે છે. હાર્દિકના આરબીએસ રિપોર્ટમાં સરકારી ડોક્ટરની તપાસ મુજબ, ૧૧૨ હતું જ્યારે ખાનગી રિપોર્ટમાં ૪૭ આવ્યું હતું. ગત તા.૨૫મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઉતર્યો ત્યારે તેનું વજન ૭૮ કિલો હતુ અને ઉપવાસના ૧૧માં દિવસે તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે ૨૦ કિલો જેટલું વજન ઘટી ગયુ હતું અને હાર્દિક ૫૮ કિલોનો થયો હતો. જો કે, આજના વજનમાં આવેલા વધારાને લઇ ભારે વિવાદ ચાલ્યો હતો.

Related posts

નોકરીમાં અનામત વચ્ચે નોકરી ગઈ છે તેવા દેશના ટોપ શહેરોમાં ગુજરાતના ૩ શહેરોનો સમાવેશ

aapnugujarat

બિટકોઇન કેસમાં ૯ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

गुजरात राज्यसभा चुनाव से पहले BJP के दोनों उम्मीदवार निर्विरोध चुने गए

editor

Leave a Comment

UA-96247877-1