Aapnu Gujarat
બ્લોગ

અમેરિકાની સરકારે ૯/૧૧મામલે જુઠ્ઠાણું ચલાવ્યું હતું

વર્ષ ૨૦૦૧ની અગિયારમી સપ્ટેમ્બરે અમેરિકામાં જે આતંકવાદી ઘટના ઘટી તેણે ઇતિહાસને બદલવાનું કામ કર્યુ હતું.સત્તાવાર રીતે તો આ આતંકવાદી ઘટનાની વિગતો જાહેર કરાઇ છે જે આજે તમામ વેબસાઇટો પર ઉપલબ્ધ છે પણ આજે બે દાયકા બાદ પણ આ ઘટના ખરેખર કેવી રીતે બની તે અંગે વાદ વિવાદ ચાલી રહ્યો છે અને એવી શંકા વ્યકત કરાય છે કે સરકારે ઘણી બાબતો પર પરદો પાડવાનું કામ જ કર્યુ હતું અને ઘણી બાબતો જાહેર જનતાથી છુપાવાઇ હતી.અમેરિકાનાં ઇતિહાસમાં જે કેનેડી હત્યાકાંડ અંગે વિધવિધ મતો વ્યકત કરાય છે તે જ રીતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલા અંગે પણ અનેક પ્રકારની થિયરીઓ રજુ કરાઇ છે.
જે પ્લેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્‌વીન ટાવર અને પેન્ટાગોનમાં તોડી પાડવાનો પ્રયાસ થયો હતો તે પ્લેન સામાન્ય પ્રકારના પ્લેન ન હતા. તે જમ્બો જેટ હતા.જે વાર્તા રજુ કરાઇ હતી તે અનુસાર આ પ્લેનને હાઇજેક કરનારા બહુ અનુભવી અને કુશળ પાયલટ હતા.જે પ્લેનને પેન્ટાગોનમાં તોડી પાડવાનો પ્રયાસ કરાયો હતો તે પ્લેનને તો કુશળ પાયલોટ પણ પરફેકટ રીતે ચલાવી શકે તેમ ન હતા.સેન ડિયાગોનો પાયલટ ટ્રેનર રિક ગ્રાઝા એ વ્યક્તિ હતો જે આ હાઇજેકરને સારી રીતે ઓળખતો હતો અને ટ્રેનિંગ દરમિયાન તેણે આ પાયલોટને કામ છોડી દેવા જણાવ્યું હતું કારણકે તે તદ્‌ન બીન અનુભવી હતો.આ બે પાયલોટ ખાલિદ અલ મિદાર અને નવાફ અલહાઝમી હતાં જેણે ત્યારબાદ જમ્બોજેટને હાઇજેક કરીને તેને તોડી પાડવાનું કૃત્ય કર્યુ હતું.નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ જેને નોરાડ તરીકે ઓળખાય છે જે વિશ્વમાં સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ મનાય છે તેણે હાઇજેકરને કેમ હવામાં જ આંતરવાનો પ્રયાસ ન કર્યો તે પ્રશ્ન છે કારણકે તેઓ એન્ડ્રુઝ એરફોર્સ બેઝની તદ્દન નજીક હતા.સરકારને એ દરમિયાન કંઇક અજુગતું થયાની જાણ થઇ ગઇ હતી તેમ છતાં ઇન્ટરસેપ્ટર્સને કોઇ આદેશ અપાયા ન હતા.આ ઘટના દરમિયાન ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશનની કામગિરી પર પ્રશ્નો સર્જનાર હતી.ત્યાં કોમ્યુનિકેશનનું કામ કરનાર મહત્વની વ્યક્તિનો એ પહેલો દિવસ હતો કામ પર અને તે ત્યાં પહોંચીને પોતાનું જેકેટ ઉતારે તે પહેલા તો ઘટના ઘટી ચુકી હતી.જો કે ઇન્ટરસેપ્ટર્સની કામગિરી જોઇએ તો વર્ષ ૨૦૦૦થી જુન ૨૦૦૧ સુધી તેમનો ઉપયોગ ૬૭ વખત કરાયો હતો.આ જેટને તેને માર્ગમાંથી ચલિત કરવાનો પણ કોઇ પ્રયાસ કરાયો ન હતો.ઓથોરિટીએ આ એક ઇમરજન્સી છે તે પણ એજન્સીઓને જાહેર કર્યુ ન હતું.
આમ તો ટવીન ટાવરને પ્લેન વડે ઉડાવી દેવાયા હતા તે જાહેર કરાયેલી વિગતો છે પણ કેટલાક દાવા પ્રમાણે આ કામ માટે વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો.જે વીડિયો સોશિયલ મીડિયામાં દેખાડાયા હતા તે આ દાવાને પુરવાર કરે છે.જ્યારે આ ઇમારતો તુટી પડી ત્યારે ત્યાં રહેલા કેટલાકે એ જણાવ્યું હતું કે તેમણે ઇમારતમાં વિસ્ફોટનાં અવાજ સાંભળ્યા હતા.ત્યાં હાજર રહેલા અગ્નિશામકદળનાં કેટલાક સભ્યોએ પણ આ દાવાને સમર્થન આપ્યું હતું.જો કે આ ઘટના બની ત્યારે અફડાતફડી મચી જવા પામી હતી એટલે ઘણાં કન્ફયુજન સર્જાયા હતા.ઇન્ટરનેટ યુઝર્સ ડેવિડ રોસ્ચેકે આ ઘટનાનાં વીડિયો જોયા બાદ જણાવ્યું હતું કે આ કામગિરીમાં વિસ્ફોટોનો ઉપયોગ થયો છે જો આ અંગે કોઇ જાહેરાત ન થાય તો સમજવાનું કે કંઇક ખોટુ થઇ રહ્યું છે.પેન્ટાગોનમાં જ્યારે હુમલો થયો ત્યારે એપ્રિલ ગેલોપ ઇમારતમાં કામ કરી રહી હતી અને તેણે ત્યાં વિસ્ફોટની વાત કરી હતી.તે જ્યારે ઇમારતમાંથી બહારની તરફ ભાગી છુટી ત્યારે તેણે ત્યાં કોઇ વિમાનનો કાટમાળ જોયો ન હતો ત્યાં કોઇ મૃતદેહ કે લગેજ ન હતો.જો કે તેને આ સત્ય જાહેર કરવા માટે ઘણી સતામણીનો ભોગ બનવું પડ્યું હતું.નાઇન ઇલેવનની ઘટના બની તેના એક દિવસ પહેલા અમેરિકાનાં રક્ષા સચિવ ડોનાલ્ડ રમ્સફેલ્ડે પેન્ટાગોનનાં ભંડોળમાં ભારે કાપની જાહેરાત કરી હતી.જો કે આ જાહેરાતનાં ચોવીસ કલાક બાદ જ પેન્ટાગોન પર હુમલાની ઘટના બની હતી.જે રેકોર્ડની વાત રમ્સફેલ્ડે કરી હતી તેમાંનો મોટાભાગનો નષ્ટ થયો હતો પરિણામે પેન્ટાગોને આચરેલ કૌભાંડની વિગતો પણ તેની સાથે જ નાશ પામી હતી.ત્યારે રમ્સફેલ્ડે ૨.૩ ટ્રિલિયન ડોલરના ગોટાળાની વાત કરી હતી.આ ઉપરાંત ત્યાં રહેલા ઐતિહાસિક દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા.જેમાં એક દસ્તાવેજ ન્યુયોર્ક પોર્ટ ઓથોરિટીની રચના સાથે જોડાયેલો ૧૯૨૧નો દસ્તાવેજ પણ હતો.પેન્ટાગોન પર જેણે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે હાની હંજુર ફ્લાઇટ ૭૭ને ચલાવવા માટે ઘણો જ બિન અનુભવી હતો.આ ઘટના બની તેના એક અઠવાડિયા પહેલા મેરિલેન્ડ એરફિલ્ડ ઓથોરિટીએ તેણે જ્યારે નાના સેસેના પ્લેનને ઉડાવવા માટે ભાડે લેવાની વાત કરી ત્યારે તે પાયલોટનું લાયસન્સ ધરાવે છે કે નહી તે અંગે પુછપરછ કરી હતી.ત્યારે હાજર રહેલા એક ઇન્સ્ટ્રકટરે જણાવ્યું હતું કે તે પ્લેન ઉડાવી શકે તેમ નથી અને તેને પ્લેન ભાડે આપવાનો ઇન્કાર કરાયો હતો.જો કે સત્તાવાર દસ્તાવેજો અનુસાર હંજુરે ૧૯૯૯માં એરિઝોનામાંથી પાયલોટનું લાયસન્સ મેળવ્યું હતું.આ ઉપરાંત જે દિવસે આ ઘટના બની ત્યારે જે ફોન કોલ્સ થયા હતા તે પણ નકલી હોવાનો દાવો કરાય છે દાવો કરનાર અનુસાર તેના માટે મોર્ફ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો.ખાસ કરીને અમેરિકન સોલિસિટર જનરલ થિયોડોર ઓલ્સનની પત્ની બાર્બરા ઓલ્સનનો કોલ ઉલ્લુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોવાનું કહેવાય છે.સરકારે પ્રવાસીઓનાં ખોટા ચિત્રોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો પણ કરાય છે.પેન્ટાગોન પર થયેલા હુમલા સામે તો એપ્રિલ ગેલોપે સરકાર સામે લાંબી લડત ચલાવી હતી તેનો દાવો હતો કે ત્યાં કોઇ વિમાન ક્રેશ થયું ન હતું.આ ઉપરાંત નિવૃત્ત મેજર જનરલ આલ્બર્ટ એન.સ્ટુબ્બલેબાઇને પણ સરકારનાં દાવાને જુઠલાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ત્યારે પેન્ટાગોનનાં એકને બાદ કરતા તમામ કેમેરા સ્વીચઓફ કરી દેવાયા હતા.સરકારે ઇમારતને ટકરાતા વિમાનનાં પાંચ ફોટોગ્રાફ રજુ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ત્યાં વિમાન નહી પણ મિસાઇલ ટકરાઇ હતી.કેટલાક અન્ય વ્યક્તિઓનો પણ દાવો છે કે આ ઘટના બની ત્યારે વોશિંગ્ટનની તમામ એર ડિફેન્સ સિસ્ટમ શટડાઉન કરી દેવાઇ હતી.જો કે ત્યારે કેટલાકે ઇમરજન્સી માટે કોલ કર્યા હતા તેમણે પેન્ટાગોનમાં મિસાઇલ વડે હુમલો થયાની વાત સાંભળી હતી.
નાઇન ઇલેવનની ઘટનાની ચર્ચા દરમિયાન એક અન્ય રહસ્યમય વિમાનની હાજરીની ચર્ચાને મોટાભાગે ભૂલાવી દેવામાં ેઆવે છે.એક વિમાન જેને હાઇજેક કરાયું હતું તે યાત્રીઓનાં વિરોધને કારણે તેની મંજિલ સુધી પહોંચી શક્યું ન હતું અને તે પેન્સિલવેનિયા ખાતે તુટી પડ્યું હતું તેવું સરકારે જાહેર કર્યુ છે જ્યારે બીજો દાવો છે કે તે વિમાનને અમેરિકાનાં ફાઇટર્સ પ્લેને તોડી પાડ્યું હતું.આ ઉપરાંત એક રહસ્યમય પ્લેન જ્યારે આ ઘટના બની ત્યારે વોશિંગ્ટનમાં વ્હાઇટ ઉપર ચક્કર કાપતું નજરે પડ્યું હતું.આમ તો આ એરિયા પ્રતિબંધિત હોવાને કારણે ત્યાંથી કોઇ પ્લેન પસાર થઇ શકતું નથી પણ આ પ્લેન ક્યાંથી આવ્યું હતું અને ત્યારબાદ ક્યાં ગયું તે કોઇને ખબર નથી.તે પ્લેનમાં કોણ હતું તે પણ જાણમાં આવ્યું ન હતું.
સીજીઆઇ ટેકનોલોજીનો ઉપયોગ વીડિયો બનાવવામાં થાય છે જેમાં વ્યક્તિને જે દર્શાવવામાં આવે છે તે એક ભ્રમ હોય છે.જે દૃશ્યો સાઉથ ટાવરને અથડાતા વિમાનનાં જાહેર કરાયા છે તે આ ટેકનોલોજીનું પરિણામ હોવાનો પણ દાવો કરાય છે.
ભૂતપુર્વ સીઆઇએ પાયલોટ જહોન લીયરે દાવો કર્યો હતો કે ટવીન ટાવરમાં કોઇ વિમાન અથડાયા ન હતા પણ તે કન્ટ્રોલ્ડ વિસ્ફોટકોની મદદથી તોડી પાડવામાં આવી હતી જો કે તેના દાવાને ક્યારેય એટલી મહત્તા અપાઇ ન હતી.આ ઉપરાંત ડોનાલ્ડ રમ્સફેલ્ડ અને જ્યોર્જ બુશના નિવેદનો પણ આ મામલે શંકા ઉપજાવે તેવા જ રહ્યાં છે જે એ દાવાને વધારે મજબૂત કરે છે કે સરકારે આ ઘટનાને મામલે લોકોને ગેરમાર્ગે દોરવાનું જ કામ કર્યુ છે.

Related posts

સંસદમાં બેમાંથી બહુમતિ સુધીની ભાજપની વિશિષ્ટ સફર

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1