Aapnu Gujarat
ગુજરાત

રાજપથ-કર્ણાવતી ક્લબમાં મેમ્બર માટે જ ગરબા યોજાશે

નવરાત્રી શરૂ થવાને એક મહિનો બાકી છે ત્યારે ખૈલયાઓ માટે એક માઠા સમચાર છે. આ વર્ષે શહેરના જાણીતા ક્લબ રાજપથ-કર્ણાવતીમાં ગરબા યોજાવાના નથી. એટલે કે રાજપથ અને કર્ણાવતી ક્લબ હવે માત્ર મેમ્બર માટે ગરબા કરશે. પાર્કિંગ મુદ્દે તંત્ર દ્વારા કોઇ છૂટછાટ ન અપાતાં આખરે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ક્લબ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત પ્રાઇવેટ કેબ કંપનીઓ સાથે ટાઇઅપ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટમા કડક વલણ બાદ પાર્કિંગના મુદ્દે રાજપથ ક્લબને સીલ મારવામાં આવ્યું હતું. આયોજકો અને ક્લબ વચ્ચે અનેક વખત મિટિંગો થઇ પરંતુ તંત્ર દ્વારા કોઇ બાંધછોડ ન થતાં આખરે ક્લબે પોતાના મેમ્બર માટે ગરબાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ બંને ક્લબોમાં જાહેર જનતા ગરબા રમવા જઇ શકશે નહીં. જો કે હાલમાં ક્લબમાં પાર્કિંગની વ્યવસ્થા માટે આજુબાજુના પ્લોટ ભાડે લેવામાં આવ્યા છે. રાજપથ ક્લબમાં હાલમાં પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત બાજુનો પ્લોટ ભાડે રાખી લેવામાં આવ્યો છે.

Related posts

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

વડાપ્રધાન મોદીએ નર્મદા નદીની કચ્છ શાખા નહેરની તખતીનું અનાવરણ કર્યું

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપર હોય તેવા નર્મદા જિલ્લાના અને અન્ય જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન માટે મતદાન સુવિધા કેન્દ્રો ઉભા કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1