Aapnu Gujarat
બ્લોગ

પાણી

પાણી ક્યારે થોડું પીવું?

અરુચિ, સળેખમ, મંદાગ્નિ, સોજા, ક્ષય, મોંઢામાંથી પાણી કે લાડ પડવી, બાળક પથારીમાં પેશાબ કરે, બહુમૂત્ર, ઉદરરોગ, કોઢ, તીક્ષ્ણ નેત્ર રોગ, નવો તાવ, વ્રણ(ગૂમડાં) અને મધુપ્રમેહમાં વધુ પડતું પાણી ન પીવું. આ રોગમાં જરૂરત મુજબ થોડું પાણી પીવું.

પાણી ક્યારે વધુ પીવું?

ઝાડા કે ઉલટી અથવા કૉલેરા જેવી સ્થિતિમાં જ્યારે શરીરમાંથી જલીય અંશ વધુ પડતો બહાર નીકળી ગયો હોય ત્યારે દર્દીને લીંબુ, ગ્લોકોઝ, ખાંડ વગેરેમાં પાણી મેળવીને વારંવાર વધુ પ્રમાણમાં આપવું. પથરીના દર્દમાં કે પેશાબની અટકાયતમાં તથા પેશાબ ઓછો બનવાની તકલીફમાં, વારંવાર તરસ લાગતી હોય તેમજ શરીરમાં દાહ-બળતરા (અંદરની ગરમીથી) થતી હોય, ઝેરી પદાર્થ ખવાઈ ગયો હોય ત્યારે પાણી ખાસ વધારે પીવું.

પાણી ગરમ કરવાની રીત :

પાણી અર્ધુ બળી જાય ત્યારે બરાબર ઉકાળેલું અને પાકું કહેવાય.
આવું ઉષોદક તાવ, ઉધરસ, કફ, શ્વાસ, પિત્તદોષ, વાયુ, આમદોષ તથા મેદરોગનો નાશ કરવા ઉત્તમ છે.
પાણી ઉકાળીને અર્ધુ કરવાનો આ નિયમ હેમંત, શિશિર, વર્ષા તથા વસંત ઋતુ માટે છે.

પાણી કોને અહિતકર?

પિત્તરોગ, રક્તવિકાર, રક્તસ્ત્રાવ, મૂર્ચ્છા, વધુ તૃષા, દાહ, બળતરા જેવાં દર્દમાં ગરમ પાણી હિતકર નથી.

ગરમ પાણી કોને હિતકારી ?

(૧) જેમને ઠંડું પાણી માફક ન હોય તે લોકોએ ગરમ કરી ઠારેલું અથવા જરાક નવશેકું પાણી પીવું હિતકર છે.
શારીરિક સંભોગ, ભોજન, વ્યાયમ, ચા, કોફી, ગરમ દૂધનું સેવન, શરીર પર કંઈક વાગ્યું હોય ફળાહર વગેરે બાદ તરત જ કાચું પાણી પીવું બહુ નુકશાન કરે છે. આવા સંજોગોમાં તરસ લાગે તો હૂંફાળું પાણી પીવું.

ઉકાળેલા પાણીના ગુણો પાણી ઉકાળી ચોથા ભાગે બળી ત્રણ ભાગ બાકી રહેલું હોય તે પિત્તદોષ(ગરમી)નો નાશ કરે છે.

અર્ધો ભાગ બાકી રહેલું પાણી વાયુદોષનાશક છે.

જ્યારે ત્રણ ભાગ બળી ગયેલું અને એક ભાગ બાકી રહેલું પાણી એકદમ હળવું, ભૂખવર્ધક અને કફનાશક છે. આવા ચોથા ભાગે રહેલા પાણીને આરોગ્યજળ કહે છે. આવું પાણી કફદોષથી થયેલ ઉધરસ, શ્વાસ(દમ) તથા તાવનો નાશ કરે છે. વળી તે પેઢાનો આફરો, પાંડુ, શૂળ, હરસ, ગોળો(ગુલ્મ), સોજો તથા પેટનાં દર્દો મટાડે છે.
જે ઉકાળેલું પાણી ઉકાળવાના વાસણમાં જ ઢાંકણું ઢાંકીને ઠંડુ કર્યું હોય તે પાણી ગુણમાં, વાયુ, પિત્ત, કફ ત્રણે દોષોનો નાશ કરે છે. તે રસવાહી નાડીઓમાં જલદી પ્રસરે છે, પચવામાં હલકું થાય છે અને કૃમિ, તરસ તથા તાવને મટાડે છે.
રાતે પીવા માટેનું પાણી સાંજે બનાવી લેવું.
તેવી જ રીતે સાંજે ઉકાળેલું પાણી સવારે ન પીવું.
ઔષધો નાખી ઉકાળેલું પાણી મોથ, પિત્તપાપડો, સુગંધી વાળો, આખા જુના ધાણા અને સુખડ આ બધાં દ્રવ્યો કે કોઈ પણ બે-ત્રણ નાખી પાણી ઉકાળીને ઠંડુ કરવું. આવું પાણી પીવાથી તરસ, દાહ અને તાવ જલદી શાંત થાય છે અને દર્દીને રાહત થાય છે.

અજમાવાળું પાણી : ૧ લીટર પાણીમાં ૧૫ ચમચી (૮૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હ્રદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્નિ, બરલનું દર્દ, પેટનાં કરમિયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.

જીરા-જળ : ૧લીટર પાણીમાં ૧ થી ૧-૧/૨ ચમચી જીરુ નાખી ઉકાળવું. ચોથા ભાગનું (એકચતુર્થાંશ) પાણી બાળીને ઠંડુ પાડી ગાળી લેવું. આ પાણી ધાણા જળની જેમ ઠંડા ગુણ ધરાવે છે. જીરા જળથી આંતરિયો મેલેરિયા તાવ, આંખોની ગરમી, રતાશ, હાથ-પગનો દાહ, વાયુ કે પિત્તની ઉલટી, ગરમી કે વાયુના ઝાડા, લોહીવિકાર, બહેનોને સફેદ પાણી પડવું કે બહુ ટૂંકા ગાળે (૨૦-૨૨ દિવસે) માસિક આવવું, ગર્ભાશયનો સોજો, વધુ પદતું માસિક આવવું, કૃમિ, પેશાબની અલ્પતા વગેરે દર્દોમાં લાભ કરે છે.

ધાણા-જળ : ૧ લીટર પાણીમાં ૧ થી ૧-૧/૨ ચમચી સૂકા(જૂના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નિતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્તદોષ કે ગરમીથી પિડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઉલટી, ખાટા ઓદકાર, અમ્લપિત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દૂઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે.

સૂંઠી પાણી : (૧) એક લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ નાખી ઉકાળવું. ઉકળે એટલે ઉતારીને ઠંડુ પાડી ગાળી લેવું. આખા દિવસમાં ત્રણથી ચાર ગ્લાસ આ પાણી પીવું. એનાથી કાયમી શરદી, ઉધરસ, સળેખમ, દમ, એલર્જી, જુનો તાવ, અપચો, ગૅસ, આફરો, અજીર્ણ અને ભૂખનો અભાવ વગેરે મટે છે. સૂંઠ વાયુ અને કફનો નાશ કરે છે, પરંતુ પિત્ત પ્રકૃતિવાળાને તે માફક આવતી નથી. તેથી એસિડીટી, અલ્સર જેવા પિત્તના રોગોમાં આ પાણી ન પીવું.

Related posts

❗ થોડુક વિચારવા જેવું ❗

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

તૂ ક્યાં જાય છે…???

aapnugujarat

Leave a Comment

UA-96247877-1