Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક.ની સાથે વાતચીત મુશ્કેલ : રાહુલ

લંડનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આજે ફરી પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ એક બાજુ સરહદ ઉપર સર્જિકલ સ્ટ્રઇકનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ ડોકલામને લઇને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ડોકલામને એક ઇવેન્ટની જેમ નિહાળે છે. ડોકલામમાં હજુ પણ સૈનિકો છે. જો પ્રતિક્રિયાઓ ઉપર નજર રાખવામાં આવે તો ડોકલામ વિવાદને ટાળી શકવામાં મળી હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષના ગાળામાં કેન્દ્રની સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જ્યારે વિકેન્દ્રીયકરણના કારણે સફળતા મળે છે. ૧.૩ અબજ લોકોની વચ્ચે ભેદભાવ સર્જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, પીએમઓની વિદેશ મંત્રાલય પર પણ મોનોપોલી રહેલી છે. વિદેશ મંત્રાલય પાસે કોઇ કામ નથી જેથી તે લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. રાહુલે કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયની પાસે આનાથી વધારે મહત્વપૂર્ણ કામ નથી. કાર્યક્રમમાં રાહુલે ડોકલામને લઇને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, આને લઇને તેમની પાસે વધારે માહિતી નથી પરંતુ એટલું ચોક્કસપણે કહેશે કે ડોકલામ કોઇ સરહદી વિવાદ નથી. આ એક રણનીતિનો મામલો છે. સરકાર દરેક ચીજને ઇવેન્ટની જેમ નિહાળી રહી છે. તેઓ ડોકલામને એક પ્રક્રિયા તરીકે નિહાળે છે. રાહુલે ઉમેર્યું હતું કે, ભારત એજ વખતે પ્રગતિ કરે છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીયકરણ થાય છે. વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં આતંકવાદને પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને પ્રહાર કર્યા હતા.
રાહુલે કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનની સાથે વાતચીત કરવી મુશ્કેલ છે. કારણ કે ત્યાં કોઇપણ સંસ્થાની પાસે પુરતા અધિકાર નથી. અમને એ વખત સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી તેઓ એક સંગઠિત રચના ઉભી ન કરી લે.
રાહુલે પાકિસ્તાનના મુદ્દા ઉપર પણ મોદી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું તું કે, મોદી પાસે પાકિસ્તાનને લઇને કોઇ વ્યૂહરચના નથી. વાસ્તવિકતા એ છે કે, ચીની હજુ ડોકલામમાં છે. રાહુલે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનને સમજાવવાની બાબત ખુબ મુશ્કેલરુપ છે.  આર્થિક વિકાસ દરના મુદ્દે તથા વિદેશી પોલિસીના મામલા ઉપર પણ રાહુલે વાત કરી હતી. લંડન યાત્રાના સંદર્ભમાં અગાઉ રાહુલે અગાઉ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેઓ થોડાક દિવસ સુધી લંડનમાં રોકાશે. અહીં ભરચક કાર્યક્રમો ધરાવે છે અને આમા ભાગ લેશે

Related posts

1 Terrorists killed in gunfight with Security forces at Baramulla

aapnugujarat

भ्रष्टाचार के खिलाफ योगी ने की कार्रवाई

aapnugujarat

लातेहार में नक्सली हमला : 4 जवान शहीद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1