Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ જી.આઇ.ડી.સી. માં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી ત્યારે વિરમગામ જી.આઇ.ડી.સી. માં પહેલી વાર, ધ્વજ વંદન ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . વિરમગામ ની હાંસલપુર જીઆઇડીસી ખાતે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેપારીઓ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બધા જ વેપારી મિત્રો સાથે મળીને સુંદર આયોજન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી અને કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતૂ.વિરમગામ જી.આઇ.ડી.સી.ના પ્રમુખ મનસુખભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં, આજના પવિત્ર દિવસથી, “પ્લાસ્ટિક ના વપરાશ પર પ્રતિબંધ” પર ભાર મૂક્યો હતો.

તસવીર:- વંદના વાસુકિયા

Related posts

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સાંગણપુરથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર અને પોલીસ નિરીક્ષકશ્રી સંદિપ પાટીલનું આગમન

aapnugujarat

સુરતમાં સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં મોત

editor

Leave a Comment

UA-96247877-1