Aapnu Gujarat
ગુજરાત

ટ્રાફિક ઝૂંબેશથી અમદાવાદીઓ નિયમબદ્ધ બન્યાં

શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદની તસવીર બદલાઈ રહી છે. ૨૬ જુલાઈએ જસ્ટિસ એમ.આર શાહ દ્વારા અપાયેલા આદેશ પછી તમામ અમદાવાદીઓ હરકતમાં આવ્યા છે. પોલીસને તો પહેલા હાઇકોર્ટનો આદેશ છે માનવો જ પડશે એવું લાગ્યું પણ હવે તો પોલીસ તંત્રનો ઉત્સાહ વધી ગયો છે. નિયમભંગ કરતા લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું અને પોતે પોલીસ છે એવો ગર્વ પણ અનુભવ્યો. જોત જોતામાં લોકો પણ નિયમબદ્ધ બનતા જાય છે. અમુક લોકો પેલી કહેવતની જેમ શિક્ષકે સોટી મારી ને સીધા થયા તો કોઈકને પોતાની ફરજ પણ સમજાઈ. ક્યારેય નથી વિચારેલું દબાણ અને ટ્રાફિક દૂર થયો. ૪-૪ પોલીસમેન માત્ર રોડ ઉભી રાખેલ કારને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.
એક ફિલ્મના ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે- ‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમનમેન’ અર્થાત્‌ સામાન્ય માણસની તાકાતને ઓછી આંકશો નહીં. હવે આ હકીકત જુઓ. દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સામે જે રીતે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને લોકોનો તેને સપોર્ટ મળી રહ્યો છે. એનાથી પોલીસનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તસવીર અમદાવાદની છે. એક કાર નો-પાર્કિંગ એરિયામાં હતી. બસ, તરત જ પોલીસના ચારથી પાંચ જવાનો પહોંચી ગયા. ચાર પોલીસકર્મી તો એક-એક ટાયરની હવા કાઢવા લાગ્યા. એમ લાગે છે કે કારમાં બેઠેલી વ્યક્તિએ પોલીસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ. એક પોલીસ કર્મચારીએ તો કારમાલિકને અસલ પોલીસની શૈલીમાં જવાબ આપ્યો.

Related posts

ગિફ્ટ સિટીમાં ૧ ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ

editor

અમદાવાદમાં કોંગ્રેસ કારોબારીની આજે મિટિંગ

aapnugujarat

ધોરાજીમાં સમાજને નવી રાંધ ચિંધતા ધીરૂભાઈ બાબરીયા

editor

Leave a Comment

UA-96247877-1