Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા માટે ૪૮ સ્થળો ઓળખી કઢાયા

શહેરમાં પાર્કિંગની નવી વ્યવસ્થા અને સગવડ ઉપલબ્ધ બનાવવા હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ આખરે અમ્યુકો સત્તાધીશોએ કામગીરી આરંભી છે અને શહેરમાં નાગરિકો ખાસ કરીને વાહનચાલકોની સુવિધા અને પાર્કિંગ વ્યવસ્થા માટે વધુ ૪૮ સ્થળો આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને સરળતાથી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ટૂંક સમયમાં જ નવી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી દેવાય તે દિશામાં તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ શહેરના રપ જેટલા જુદા જુદા પ્લોટમાં પે એન્ડ ર્પાકિંગની જાહેરાત બાદ અમ્યુકો તંત્ર દ્વારા હવે વધુ ૪૮ પ્લોટોમાં પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે તમામ ઝોનમાં સ્થાનિક સ્તરેથી વાહન ર્પાકિંગના પ્લોટ મળી રહેશે. આનાથી નાગરિકોની વાહન પાર્કિંગની સમસ્યા પણ અમુક અંશે આગામી દિવસોમાં હળવી થશે. શહેરમાં હવે કુલ ૭૩ પે એન્ડ પાર્કની સુવિધા અમદાવાદીઓને મળશે. અગાઉ તંત્ર દ્વારા નાગરિકોએ નજીકના સ્થળે પોતાના વાહન પાર્ક કરવાની સગવડ મળે તે માટે રપ પ્લોટ શોધી કાઢી તેમાં એક સમાન દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની કવાયત આરંભાઇ છે. ટૂંક સમયમાં નાગરિકોને આ તમામ પ્લોટમાં પે એન્ડ પાર્કનું સુવ્યવસ્થિત આયોજન ધરાવતી સુવિધા મળતી થશે. બીજી તરફ તાજેતરમાં હાઇકોર્ટ સમક્ષ સત્તાવાળાઓએ પ્રહલાદનગર, સિંધુ ભવન સહિતના પાંચ સ્થળે નવા મલ્ટીસ્ટોરિડ પાર્કિંગ કોમ્પ્લેકસ બનાવવાનું આયોજન રજૂ કરવાની સાથે સાથે ૪૮ નવા પે એન્ડ પાર્કની વ્યવસ્થા પણ ઊભી કરવાનું આયોજન પ્રસ્તુત કર્યું હતું. જાણકાર સૂત્રોના મતે, આ તમામ નવા બનનાર પે એન્ડ પાર્કમાં હાલ પૂરતી નાગરિકોને ફ્રી પાર્કિંગ કરી શકશે. તંત્રના ચોપડે બે હજાર જેટલાં સખીમંડળ નોંધાયેલા હોઇ ધોરણે સખીમંડળને સોંપાશે અને ત્યારબાદ પે એન્ડ પાર્કના સંચાલન માટેનાં ટેન્ડર બહાર પાડી તેમાં પણ પાર્કિંગના એકસમાન દર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ સત્તાધીશોના ૪૮ નવાં પે એન્ડ પાર્કનાં આયોજનમાં કુલ ૧,૩૬,૭૭પ ચો.મીટરની જગ્યામાં કુલ ર૦૯૮૪ ટુ વ્હીલર અને ૩ર૭૧ ફોર વ્હીલર મળીને કુલ ર૪રપપ વાહનનો સમાવેશ કરી શકાશે. તંત્રનાં ૪૮ નવા પે એન્ડ પાર્ક માટે સિવિક સેન્ટર, બગીચા, નેબરહૂડ સેન્ટર, ઇડબ્લ્યુએસ જેવા અન્ય હેતુના પ્લોટને પણ હેતુફેર કરાવીને પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. સરસપુર ખાતે તો બંધ મિલની કપાતમાં મળેલી ૩૮૪૧ ચો.મી.ની જગ્યામાં ૪૮૦ ટુ વ્હીલર અને ૬૭ ફોર વ્હીલર મળીને કુલ ૧૪૭ વાહનના પાર્ક કરવાની જોગવાઇ ઊભી કરાઇ છે. આમ, શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને વાહન પાર્ક કરવાની સુવિધા મળી રહે તે દિશામાં તંત્રએ આયોજન હાથ ધર્યું છે.

Related posts

સાબરકાંઠામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સારોલી પોલીસે ૧.૧૬ કરોડ રોકડા અને સોનાના બિસ્કીટ સાથે બે શખ્સોને ઝડપ્યા

aapnugujarat

બસ મથકો પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવી : રુપાણી

editor

Leave a Comment

UA-96247877-1