Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કરૂણાનિધિની દફનવિધિમાં લોકો ઉમટી પડ્યા

તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા. જનસૈલાબ ચેન્નાઈના માર્ગો ઉપર ઉમટી પડ્યા બાદ પોલીસને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ચેન્નાઈમાં રાજાજી હોલથી કરૂણાનિધિની શવયાત્રા નિકળી હતી ત્યારબાદ મરીના બીચ ઉપર તેમની દફનવિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનવિધિ માટે મંજુરી આપી દેવામાં આવ્યા બાદ સસ્પેન્સનો અંત આવ્યો હતો અને અંતિમવિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંતિમવિધિ વેળા માર્ગોની ચારેબાજુ લોકો ઉમટી પડ્યા હતા. તેમના દર્શન માટે પડાપડી થઇ હતી. દ્રવિડ આંદોલન સાથે જોડાયેલા હોવાના કારણે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
જયલલિતાની પણ દફનવિધિ કરવામાં આવી હતી. અગાઉ મરીના બીચ ઉપર કરૂણાનિધિ માટે સમાધિ બનાવવાને લઇને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
જો કે, તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને અંતે મંજુરી મળી ગઈ હતી. અંતિમ વિધિ વેળા સ્વર્ગસ્થ નેતાને જોવા માટે ભારે પડાપડી થઇ હતી. રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ રાષ્ટ્રીય ધ્વજને અડધીકાઢીએ રાખવામાં આવ્યો હતો. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું ગઇકાલે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. દ્રવિડ આંદોલનના પરિણામ સ્વરુપે કરૂણાનિધિ રાજકીયરીતે ઉભરી આવ્યા હતા. આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. સોમવારના દિવસથી જ તેમની તબિયત સતત ખરાબ થઇ રહી હતી. શનિવારથી જ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. બહુમુખી પ્રતિભા તરીકે પણ તેમને ગણવામાં આવતા હતા. અગાઉ ૧૯મી જુલાઈના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેજ દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમની તબિયત ગંભીર બની ત્યારે સમર્થકો મેદાનમાં જમા થયા હતા અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધિના સમર્થક તેમને પ્રેમથી કલાઈનાર તરીકે બોલાવતા હતા.કરૂણાનિધિ સ્વસ્થ જીવનશૈલી ધરાવતા હતા. સવારે જલ્દી ઉઠી જતા હતા. યોગ કરતા હતા. ખુબ ચાલતા હતા. સામાન્ય ભોજન કરતા હતા. ૨૦૧૬ બાદથી તેમને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠ અને પગમાં પીડાના કારણે વર્ષ ૨૦૦૯માં સર્જરી પણ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં શ્વાસની તકલીફ થયા બાદ શ્વાસનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની લાઇફસ્ટાઇલને લઇને હંમેશા લોકો બોધપાઠ લેતા હતા. ૨૦૦૬માં રાજ્યના સૌથી મોટી વયના મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી બન્યા હતા કરૂણાનિધિએ ઘણા વિવાદ પણ જગાવ્યા હતા. રામ કોણ હતા, તેમના થવાના સબૂત ક્યા છે. કરૂણાનિધિના આ નિવેદનના કારણે દેશભરમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ ંહતું. ૩૩ વર્ષની વયમાં કરૂણાનિધિ વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત કુલીખલાઈ સીટ પરથી જીતી તમિળનાડુ વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૬૯માં અન્નાદુરાઈના અવસાન બાદ પ્રથમ વખત તમિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.

મોદી, રાહુલ, રજનીકાંત, કમલ હાસન દ્વારા અંજલિ
કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મ સ્ટાર રજનીકાંત, ફિલ્મ સ્ટાર કમલ હસન સહિતની તમામ હસ્તીઓ પહોંચી હતી. એક સમયે દ્રવિડ આંદોલનના કેન્દ્રબિંદુ રહેલા કરૂણાનિધિની અંતિમ યાત્રા આજે શરૂ થઇ હતી તે પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ ટોચની હસ્તીઓ પહોંચી હતી. કરૂણાનિધિને જે કાંચના બોક્સમાં રાખવામાં આવ્યા હતા તેના ઉપર લખવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ કોઇપણ આરામ વગર કામ કરી રહી હતી તે વ્યક્તિ હવે આરામ કરી રહી છે. મરીના બીચ ઉપર કરૂણાનિધિ માટે સમાધિ બનાવવા માટેનો મામલો પણ ખુબ જ ગરમ બન્યો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અભિનેતા કમલ હસને પણ રાજાજી હોલ ખાતે પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મરીના બીચ ઉપર અન્ના મેમોરિયલ નજીક લોકો ઉમટી પડ્યા હતા. દફનવિધિની તૈયારીઓ પહેલાથી શરૂ કરવામાં આવી હતી. લોકો ઉપર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આર્મીની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. મરીના બીચ ઉપર કરૂણાનિધિની દફનવિધિ થઇ હતી. આરજેડીના તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ એમકે સ્ટાલિનની સાથે દેખાયા હતા.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજાજી હોલ ખાતે પહોંચીને કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા હતા. ત્રણ કિલોમીટરથી પણ વધુના માર્ગ ઉપર અંતિમયાત્રા નિકળી હતી. સાંજે ચાર વાગ્યાની આસપાસ રાજાજી હોલથી આની શરૂઆત કરવામાં આવી હતી.

Related posts

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે : અમિત શાહ

aapnugujarat

સટ્ટાબજારમાં તેજી : એનડીએ ૩૦૦થી વધુ બેઠકો જીતશે

aapnugujarat

पत्रकार अर्नब गोस्वामी को मुंबई पुलिस ने किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1