Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાનાર રિફાઇનરીને લઇ ફડનવીસ મક્કમ

નાના રિફાઈનરીને લઇને જોરદાર વિરોધ પ્રદર્શન અને શિવસેના દ્વારા આને લઇને જોરદાર વિરોધ છતાં મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ સાથે આગળ વધવાનો સંકેત આપી દીધો છે. આ પ્રોજેક્ટ માટે જમીન મેળવવા માટે વધુ નાણાં ચુકવવા માટે પણ મહારાષ્ટ્ર સરકાર તૈયાર દેખાઈ રહી છે. જમીન અધિગ્રહણ માટે ઉંચુ વળતર ચુકવવા માટે સરકાર સંકેત આપી ચુકી છે. ફડનવીસ આને લઇને મક્કમ દેખાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારની આ હિલચાલ સાથે પણ સહમત છે કે, પ્રોજેક્ટ કોઇપણરીતે અમલી બને તે જરૂરી છે. કારણ કે, ઓઇલ અને રાષ્ટ્રીય સુરક્ષાને લઇને આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્ર સરકાર હવે પોતે શક્ય તેટલું વધુ વળતર ચુકવીને પણ જમીન અધિગ્રહણ કરી શકે છે. ઘટનાક્રમ ઉપર નજર રાખી રહેલા રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, જમીનની કિંમતો નાનારમાં ખુબ ઓછી છે જેથી ઘણા બધા ખેડૂતો તેમની જમીનને વેચી મારવા માટે તૈયાર છે. નાનાર રિફાઇનરી પ્રોજેક્ટ ૧૫૦૦૦ હેક્ટરની જરૂર છે. રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, મોટાભાગની જમીનને લઇને કોઇ દુવિધા નથી. સરકારી અધિકારીઓ માને છે કે, જમીનની માર્કેટ કિંમત ૨.૫ લાખથી પાંચ લાખની વચ્ચે રહી શકે છે. જો અમને પાંચ ગણી વધુ કિંમત આપવી પડશે તો પણ ૨૫ લાખથી વધુ કિંમત રહેશે નહીં. અમે આનાથી પણ વધુ રકમ આપવા માટે તૈયાર છીએ. અધિકારીઓના કહેવા મુજબ રાજ્ય સરકાર જમીન મેળવવા માટે કોઇપણ કિંમત સુધી જવા તૈયાર છે. કારણ કે, આ જમીન દેશની ઓઇલ અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ મામલામાં વળતરની રકમ કોઇ મુદ્દો બનવી જોઇએ નહીં. રાજ્ય સરકાર અન્ય ભથ્થા પણ આપી શકે છે. હાલમાં બે ગ્રામીણ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે જે લોકો પાસેથી જમીન મેળવવામાં આવશે.

Related posts

ઉત્તર પ્રદેશઃ મુઝફ્ફરનગરમાં બે દિવસમાં ૧૦૦ ગાયોના મોત

aapnugujarat

PM मोदी ने किर्गिस्तान के साथ 20 करोड़ डॉलर के समझौतों की घोषणा की

aapnugujarat

प्रद्युम्न मर्डर केस में सुप्रीम कोर्ट की केंद्र, राज्य, सीबीआई और सीबीएसइ को नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1