Aapnu Gujarat
બ્લોગ

ધરતીકંપ સૌથી વધારે શક્તિશાળી અને વિનાશક

રવિવારે સાંજે ભારતીય સમય પ્રમાણે ૫.૧૬ વાગે ઇન્ડોનેશિયાના પર્યટક સ્થળ લોમ્બોક ટાપુ પર રવિવારે ૭ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આટલા તીવ્ર ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે, પછીથી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં ભૂકંપથી ૮૨ લોકોના મોત થયાં છે.યુએસ જિયોલોજિકલ સર્વે પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર લોમ્બોક આઇલેન્ડ પાસે નોંધવામાં આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૫ કિલોમીટર નીચે હતું.અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરીને લોકોને સમુદ્રની આસપાસ ન જવાની અપીલ કરી હતી. ભૂકંપના તીવ્ર ઝાટકાઓ અનુભવાતાં લોકો ઘરો, હોટલો અને રેસ્ટોરન્ટ્‌સમાંથી બહાર આવી ગયા હતા.માતારામના શોધ અને બચાવ કામગીરી અભિયાનના પ્રવક્તા અગુસ હેન્ડ્રા સંજાયાએ જણાવ્યું કે તાજેતરના આંકડા પ્રમાણે ૮૨ લોકોના મોત થઇ ગયાં છે. તેમણે જણાવ્યું કે ભૂકંપથી ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.ધરતીકંપ સૌથી વધારે શક્તિશાળી અને વિનાશક છે એવું (અંગ્રેજી) વિશ્વ જ્ઞાનકોશનું કહેવું છે. જો કે એમાં મરી-મસાલો ઉમેરીને કહેવામાં આવ્યું નથી. એનું કારણ એ છે કે પ્રથમ વાર ઍટમ બૉંબ ફોડવામાં આવ્યો, એની સરખામણીમાં ધરતીકંપ થાય છે ત્યારે એમાંથી ૧૦,૦૦૦ ગણી વધારે શક્તિ નીકળે છે. જો કે ધરતીકંપ તો કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે થઈ શકે છે. કદાચ વૈજ્ઞાનિકો જાણી શકે કે ક્યાં ભયંકર આંચકા આવવાની શક્યતા રહેલી છે. તેમ છતાં એ ક્યારે અને કેવો આંચકો હશે, એ વિષે તેઓ પણ ચોક્કસ કહી શકતા નથી.
આપણી પૃથ્વીના પેટાળમાં મોટા ખડકો ખસતા હોવાથી ધરતીકંપ થાય છે. આ પ્રકારના ફેરફાર કાયમ થયા જ કરે છે. તેમ છતાં, એમાંથી શક્તિશાળી તરંગો નીકળતા ન હોવાથી આપણને જરાય ખબર પડતી નથી. પરંતુ, સીસ્મોગ્રાફથી એના તરંગો માપી શકાય છે.* જ્યારે કે અનેક સમયે પૃથ્વીના પેટાળમાં મોટી તિરાડો પડે છે અને એ કારણ જમીન સખત ધ્રૂજે છે.પરંતુ, પૃથ્વીના પડમાં કાયમ ઊથલ-પાથલ કેમ થયા કરે છે? અમેરિકાના નૅશનલ અર્થક્વેક ઇન્ફર્મેશન સેન્ટરનું કહેવું છે કે ટેકટોનિક પ્લેટ્‌સની હિલચાલ વિષે શીખવાથી દુનિયાના વૈજ્ઞાનિકોના વિચારોમાં મોટા ફેરફારો આવ્યા છે. તે ઇન્ફર્મેશન સેન્ટર કહે છેઃઅમે જાણીએ છીએ કે પૃથ્વી અનેક પડોની બનેલી છે, અને એ પડો પણ અનેક પડોથી બનેલાં છે.તે ઇન્ફર્મેશન સેન્ટર આગળ કહે છેઃએ કારણે પૃથ્વીનાં પડો અવારનવાર ધીમે ધીમે સરકતા રહે છે. વર્ષે ૧૦-૧૩૦ મિલિમીટરની હિલચાલ થાય છે.એના કહેવા પ્રમાણે મોટા ભાગના ધરતીકંપો નૅરો બૅલ્ટમાં થાય છે, જ્યાં પ્લેટ્‌સની હદ અથવા બોર્ડર હોય છે.મોટા ભાગે ત્યાં મોટા ધરતીકંપ થવાની ૯૦ ટકા શક્યતા રહેલી છે.
ધરતીકંપ કેટલો મોટો હતો, એ એના પ્રમાણ અથવા એની તીવ્રતાથી માપી શકાય છે.વર્ષ ૧૯૩૦ના દાયકામાં ચાર્લ્સ રિક્ટરે, માપવાનો સ્કેલ શોધી કાઢ્યો, જેના દ્વારા ધરતીકંપની તીવ્રતા માપી શકાય. રિક્ટરની શોધ પરથી જેમ અનેક સીસ્મોગ્રાફની લૅબોરેટરીઓ વધવા લાગી, તેમ ધરતીકંપ માપવાના નવા સ્કેલોની શોધ થતી ગઈ. જેનાથી ધરતીકંપની તીવ્રતા કે પ્રમાણ માપી શકાય. તેમ જ ધરતીકંપ દરમિયાન પેદા થયેલા તરંગોનું પ્રમાણ માપી શકાય.જો કે ધરતીકંપ માપવાના સ્કેલથી એ જાણી શકાતું નથી કે, કેટલું નુકસાન થયું છે. દાખલા તરીકે ૧૯૯૪ જૂનમાં, ઉત્તર બોલિવિયામાં ધરતીકંપ થયો એની તીવ્રતા ૮.૨ની હતી, અને કહેવા પ્રમાણે ફક્ત પાંચ લોકો જ મરણ પામ્યા હતા, એનો વિચાર કરો. એની સરખામણીમાં ચીનમાં આવેલ ટાંગ્શાંગમાં ધરતીકંપ થયો ત્યારે એની તીવ્રતા ૮ની હતી, અને હજારો લોકોએ જીવન ગુમાવ્યું હતું.મોટા મોટા ધરતીકંપોથી લોકો, મકાનો અને વાતાવરણ પર ઊંડી અસર જોવા મળે છે. એના પરથી આપણે કહી શકીએ છીએ કે એ ધરતીકંપ કેટલો વિનાશક હતો. હકીકતમાં આંચકા આવવાથી મોટા ભાગે લોકોને નુકસાન થતું નથી. પરંતુ એનાથી દીવાલો પડી જાય, ગૅસ અને કેબલ લાઈનો તૂટી જાય છે. તેમ જ એના કારણે વસ્તુઓ પડતી હોવાથી લોકોને વાગી જાય છે અને મરણ પણ થાય છે.વૈજ્ઞાનિકોનો ધ્યેય છે કે ક્યાં ધરતીકંપ થશે એ વિષે ચેતવણી આપવી. એમ કરવા માટે આજે આધુનિક સાધનોની સતત શોધ થઈ રહી છે, જેથી તેઓ આગળથી ચેતવણી આપી શકે. કેબલ ન્યૂઝ નેટવર્કના કહેવા પ્રમાણે એવા સાધનથી ઝડપથી માહિતી મળી શકશે, જેથી વૈજ્ઞાનિકો જલદીથી જાણી શકશે કે ક્યાં અને કેટલા પ્રમાણમાં ધરતીકંપના કારણે ધ્રૂજારો થયો છે. એમ કરવાથી અધિકારીઓ ઝડપથી જોઈતી મદદ ત્યાં મોકલી શકે.દેખીતી રીતે ધરતીકંપથી બચવાની યોગ્ય તકેદારી લેવામાં આવે તો ઈજા, નુકસાન અને જીવન બચી શકે, જે ખૂબ જ મહત્ત્વનું છે. તેમ છતાં, ધરતીકંપો તો થતા જ રહે છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે, ધરતીકંપ પછી લોકોને કઈ રીતે મદદ આપવામાં આવે છે? ધરતીકંપના આંચકાની તીવ્રતા સીસ્મોગ્રાફથી માપી શકાય છે. એ સાધનની શોધ ૧૮૯૦માં થઈ હતી. તેમ જ આજે આખી દુનિયામાં ૪,૦૦૦થી પણ વધારે સીસ્મોગ્રાફ લૅબોરેટરી જોવા મળે છે.

Related posts

राष्ट्रपति बोले तो अच्छा लेकिन…?

aapnugujarat

राफेल के जरिए दुश्मन को घेरने की तैयारी शुरू…!

editor

सुंदर पंक्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1