Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર લોકસભા બેઠકની તૈયારી શરૂ બાવળા – સાણંદનાં કાર્યકર્તાઓ સાથે બેઠક

ભાજપ અમદાવાદ જિલ્લાનાં પ્રભારી સી.ડી.પટેલે ૨૦૧૯માં આવનાર લોકસભા ચૂંટણીની તૈયારી માટે ઉપસ્થિત સર્વ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખભેખભો મિલાવી કામ કરવા કહ્યું હતું અને કોઈપણ કાર્યકર્તા નારાજ ના રહે તેનું સવિશેષ ધ્યાન રાખવાનું પણ કહ્યું હતું અને પ્રધાનમંત્રી દ્વારા જે ‘મન કી બાત’ આવે છે તેને સૌએ ધ્યાનથી સાંભળવી, તેનાં મુદ્દાઓની નોંધ કરવી અને લોકો સુધી તે વાત પહોંચાડવી તેનાં પર તેઓએ વિશેષ ભાર મૂક્યો હતો અને કોઈપણ જાતનો સમય બગાડ્યા સિવાય દિવસ-રાત પાર્ટી માટે કામ કરવાની હાકલ કરી હતી અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી આપણી માતા છે એટલે આપણી માતાની આન અને શાન માટે જે કરવું પડે તે કરી છૂટવું જોઈએ.

જિલ્લાનાં મંત્રી શ્રદ્ધા રાજપૂતે ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને બાકીનાં મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ભાજપ અમદાવાદ જિલ્લાનાં પ્રમુખ આર.સી.પટેલ, માજી મેયર કાનાજી ઠાકોર, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપિત, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચા મંત્રી હિતેશ પટેલ, ચેરમેન ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડ કુશલસિંહ પઢેરીયા, ઉપાધ્યક્ષ ગૌસેવા આયોગ ચૈતન્ય શંભુ મહારાજ , ધારાસભ્ય સાણંદ કનુભાઈ કોળીપટેલ , એપીએમસી બાવળા ચેરમેન હરીભાઈ ડાભી , મહામંત્રી અમદાવાદ જિલ્લો શૈલેષ દાવડા, મહામંત્રી અમદાવાદ જિલ્લો નવદીપસિંહ ડોડીયા, જિલ્લાનાં મંત્રી શ્રધ્ધા રાજપૂત , જિલ્લાનાં ઉપપ્રમુખ સવજીભાઈ કોળી પટેલ અને મંડળની ટીમ, મંડળના મોરચાના પ્રમુખ-મહામંત્રી, દરેક શક્તિ કેન્દ્રનાં ઈન્ચાર્જ, નગરપાલિકાાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ-ચેરમેન, જિલ્લા પંચાયતનાં ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જિલ્લા પ્રમુખ આર.સી.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયાએ આભાર વિધી કરી હતી.

 

Related posts

સ્ટેચ્યૂ ઓફ યુનિટીે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાના માર્ગનો પ્રેરણા સ્ત્રોત છે : સ્મૃતિ ઈરાની

editor

बीजेपी के टिकट के लिए लगी मुस्लिमों की लाईन

aapnugujarat

સૂર્યનગરમાં ક્રિકેટ મેચમાં આઉટ આપતાં તકરાર થઇ ચકલાસી પોલીસે 11 વિરૂદ્ધ ગુનો નોંધ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1