Aapnu Gujarat
બ્લોગ

બીડી બાઈની જાન

બીડી બિચારી બિડવી રે,
બીડીના લગનીયા લેવાય, બધા બંધાણીને નોતર્યા
રે બીડીને આપવા સન્માન…હાલો…હાલો બીડીની જાનમાં
ટોડલે બંધાયા રૂડા પાંદડાને,
ચલમપીરસે રે ચિરુટ, ગાંજો રે ગાય ગીતડાંલ
રે ચરસી પીરસે ચરસલ…હાલો…હાલો બીડી બાઈની જાનમાં
હુક્કાને મોકલયો સાસરે રે,
લેવા બગડેલો ગોળ, પંડે રુડોને કેડ પાતળીલ
રે ગોળ ઉપડ્યો ન જાય…હાલો…બીડી બાઈની જાનમાં
ફાકીબાને મોકલ્યા ગામમાં રેલ
એવા નોતરવા ગામલ સામા મળ્યાં બે બાટલા,
રે સિગરેટના કરડ્યા બે કાન…હાલો…હાલો બીડીની જાનમાં
ગુટખાને બાંધ્યા પગે ઘુઘરા રે,
અફીણે બાંધી છે કટાર, દારૂ એ બાંધ્યા ગળે ઢોલકા,
ભાંગ ફુંકે રે શરણાઈ…હાલો…હાલો બીડી બાઈની જાનમાં
ડ્રગ્સ મામા હાલ્યા રિસામણે
બેઠા દરિયાને બેટ, ચુનો તો બેઠો ચબુતરે,
રે મને તમાકુ પરણાવ…હાલો…હાલો બીડી બાઈની જાનમાં
ચાડિયે ચડ્યો એક ચુનિયો રે,
જુએ સોપારીની વાટ, આજ તો જાન ને લૂંટવી,
રે લેવા સર્વેના પ્રાણ…હાલો…હાલો બીડી બાઈની જાનમાં
કઈ બીડીને કોઈ જાન રે, ભક્તો કરજો વિચાર,
ગુલાબ ગાંધીની વિનંતીલ
રે સમજો સ્વર્ણિમ ગુજરાત…હાલો…હાલો બીડીની જાનમાં

લેખક :- ગુલાબચંદ પટેલ

Related posts

લોકસભામાં ઝટકો લાગશે છતાં મોદી બનશે પ્રધાનમંત્રી

aapnugujarat

NICE LINE

aapnugujarat

યુપીમા પ્રિયંકા ગાંધીની આક્રમકતા કોંગ્રેસને પુનઃ બેઠી કરી શકશે…

editor

Leave a Comment

UA-96247877-1