Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી

તા.૦૪/૦૮/૨૦૧૮ના રોજ અમદાવાદ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ શાખા દ્વારા સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જિતેંદ્રસિંહ ચૌહાણ તેમજ અતિથી વિષેશ તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન જગદિશભાઇ તેમજ મુખ્ય મહેમાન તરીકે સંયુક્ત નિયામક અંજના પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નરેંદ્રસિંહ રાઠોડ તેમજ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરો, સી.ડી.પી.ઓ, સા.આ કેંદ્રના અધિક્ષકો અને ખાનગી બાળ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાંત મળી કાર્યશાળામાં ૪૫ થી ૫૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા કુપોષણ ગુજરાત માટે સમસ્યા શા માટે? વિષેય વિગતવાર આંકડાકીય માહિતી સાથે ભારત અને ગુજરાત નું ચિત્ર રજુ કરી શુ કરીએ તો કુપોષણ માથી બહાર નીકળીએ. ડો. મુનીરા વોહરા દ્વારા પ્રધાન મંત્રી માત્રુ વંદના યોજનાનો લાભ લોકો સુધી કેવી રીતે પહોચાડવો અને તેના ફાયદા વિશે વિગતવાર સમજાવ્યુ. હતુ ડો. સંધ્યા રાઠોડ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ભલામણો સ્તનપાનની યોગ્ય પધ્ધતી સ્તનપાન ને લગતી સમસ્યાઓ, વિશિષ્ઠ સંજોગોમાં સ્તનપાન વિશે ઉંડાણ પુર્વક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આર.સી.એચ.ઓ ડો. ગૌતમ નાયક દ્વારા આઇવાયસીએફ –શિશુ અને બાળકોના સર્વોત્તમ પોષણના મહત્વ વિશે સમજાવ્યુ હતુ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ દ્વારા સ્તનપાનના વિકલ્પો સબંધી બંધારણીય કાયદો અને બાળ મિત્ર દવાખાનાની પહેલ વિશે ખુબ જ સરસ માહિતી ઉદાહરણો સહિત પુરી પાડવામાં આવી હતી. મહિલા અને બાળ વિભાગ ના સંયુક્ત નિયામક અંજના પટેલ દ્વારા યોજનાકીય માહિતી વિશે ખુબ જ ઉંડાણ પુર્વક ચર્ચા કરી અને તમામ ને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. સરકારનો હેતુ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિત્તે લોકોમાં તેની જાણકારી વધુ પ્રાપ્ત થાય અને લોકો તેમાં સહભાગી બની બાળક ના વિકાસ માટે યોગ્ય ગરમ, તાજો, પુરતો અને સ્વચ્છતા પુર્વક ઘરે બનાવેલો આહાર બરાબર માત્રામાં આપવો. આમ સ્તનપાનના મહત્વ વિશે સમજાવી ઉંડાણ પુર્વકની જાણકારી આપી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર વિજય પંડીત અને મુખ્ય સેવિકા ડિમ્પલ ઠાકર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

અહેવાલ / તસવીર :- વંદના વાસુકિયા

Related posts

ભાજપે બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કર્યાં

aapnugujarat

ઓપરેશનના દાવાની બાકી રકમ ગ્રાહક ફોરમે અપાવી

aapnugujarat

हाटकेश्वर -बापूनगर फ्लायओवर के लिए इंतजार करना पड़ेगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1