Aapnu Gujarat
ગુજરાત

વાહનો ઉઠાવવા વધુ ૮૦ ટોઈંગવાન ખરીદાશે

શહેરમાં ગેરકાયદે પાર્ક થતાં વાહનોને ડિટેઇન કરવા માટે સ્થાનિક પોલીસને ટ્રાફિક પોલીસ કે પછી કોન્ટ્રાકટની ટોઇંગવાનની મદદ નહીં લેવી પડે, કારણ કે હવે આવનારા દિવસોમાં પોલીસ પાસે પોતાની ટોઇંગવાન હશે, જે ગણતરીના સમયમાં ગેરકાયદે પાર્ક થયેલું વાહન ડિટેઇન કરશે. ટ્રાફિક પોલીસે ૮૦ ટોઇંગવાન ખરીદવા માટેનો પ્રસ્તાવ પોલીસ કમિશનર એ.કે. સિંઘને કર્યો છે. શહેરનાં પ૧ પોલીસ સ્ટેશન અને ૧૪ એસીપી કચેરીમાં ટોઇંગવાન આવશે.
મેગા સિટી અમદાવાદમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને લઇ હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઊધડો લીધા બાદ ગેરકાયદે પાર્કિંગ કરતા વાહનચાલકો વિરુદ્ધમાં પોલીસે લાલ આંખ કરીને વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ કમિશનર એ.કે. સિંઘના નેજા હેઠળ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે પાર્ક કરાયેલાં હજારો વાહનો પોલીસે ડિટેઇન કર્યાં છે અને વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે હજારો વાહનો માત્ર ર૦ ટોઇંગવાનની મદદથી ડિટેઇન કર્યાં છે.
ટ્રાફિક પોલીસ પાસે પોતાની ૧૦ ટોઇંગવાન છે જ્યારે બીજી ૧૦ કોન્ટ્રાક્ટ પર ટોઇંગવાન ચાલે છે. હાલ ટ્રાફિક પોલીસ વિભાગે ૮૦ ટોઇંગવાન ખરીદવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. શહેરના પૂર્વ અને પશ્વિમમાં કુલ પ૧ પોલીસ સ્ટેશન આવેલાં છે અને બે મહિલા પોલીસ સ્ટેશન આવેલાં છે જ્યારે ૭ ડીસીપી, બે જોઇન્ટ કમિશનર અને ૧૪ એસીપીની કચેરીઓ પણ આવેલી છે.

Related posts

અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન, વર્ષાંતે સંચાલન શરુ થવાની આશા

aapnugujarat

આણંદમાં બનાવટી નોટો સાથે બે ઝડપાયા

aapnugujarat

વિરમગામ નગરપાલિકામાં મહેકમ ખર્ચની મર્યાદા દૂર કરવા તેમજ કર્મચારીઓને સાતમાં પગાર પંચના અમલ કરવાની માંગણી સાથે કર્મચારીઓએ એસ્મા પરિપત્ર હોળી કરી વિરોધ નોંધાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1